ભાવનગર શહેરમાં આગામી તારીખ 4 જુલાઈના રોજ પરંપરાગત નીકળનારી ભગવાન શ્રી રથયાત્રા સમિતિને લઈ રથયાત્રાના રૂટ પર અડચણરૂપ વિવિધ દબાણોને હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે મળેલી રથયાત્રા મહોત્સવ સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા - etv bharat
ભાવનગરઃ શહેરમાં આગામી અષાઢી બીજના રોજ પરંપરાગત નીકળનારી ભગવાનની યાત્રા મહોત્સવ સમિતિને લઈને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્રની સાથોસાથ ભાવનગર મહાનગરપાલિકા તંત્રે પણ તૈયારીઓ આરંભી છે. ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે સોમવારના રોજ રથયાત્રાના રૂટ પરના ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા.
![ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3654532-thumbnail-3x2-bhav.jpg)
bhavnagar
ભાવનગરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈને ગેરકાયદેસર દબાણો હટાવાયા
જેના અનુસંધાને કલેક્ટરે ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નરને તાકીદની અસરથી રથયાત્રા રૂટ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા સૂચના આપી હતી. જેના પગલે સોમવાર સવારથી જ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરના કુંભારવાડા નગર રોડ પર આવેલા ટ્રાફિકને અડચણરૂપ નાના મોટા અનેક કાચા-પાકા મળી કુલ 30 થી વધુ દબાણો હટાવ્યા હતા.