ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં મળશે મંજૂરી તો કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે 36મી રથયાત્રા

ભાવનગરમાં દર વર્ષે યોજાતી જગન્નાથજી ભગવાનની રથયાત્રા(rathyatra) કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી બંધ રાખવામાં આવી છે, ત્યારે રથયાત્રા સમિતિના અધ્યક્ષે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી રથયાત્રાની મંજૂરી અંગે આશા વ્યક્ત કરી હતી કે, મંજૂરી મળશે તો પણ માત્ર હાથીઅને રથ સાથે 36 મી રથયાત્રા નિકળશે.

ભાવનગરમાં મળશે મંજૂરી તો કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે 36મી રથયાત્રા
ભાવનગરમાં મળશે મંજૂરી તો કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે 36મી રથયાત્રા

By

Published : Jun 27, 2021, 12:07 PM IST

  • ભાવનગરની 36મી રથયાત્રાનું સમિતિનું આયોજન પણ સરકારની હાલ મંજૂરી નહિ
  • રથયાત્રા સમિતિના અધ્યક્ષે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી
  • સરકારની મંજૂરી મળે તો કોરોના ગાઈડલાઈન સાથે રથયત્રા યોજવામાં આવશે

ભાવનગરઃ શહેરમાં 36મીરથયાત્રા(rathyatra)નું સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. પણ સરકાર દ્વારા હજૂ સુધી મંજૂરી આપવામાં આવી નથી, ત્યારે સમિતિના અધ્યક્ષ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત કરી હતી. જેમાં હરુભાઈ ગોંડલીયાએ સ્પષ્ટ જણાવ્યુ હતું કે, મંજૂરી મળે તો પણ કોરોના ગાઈડલાઈન સાથે રથયત્રા(rathyatra)યોજવામાં આવશે.

ભાવનગરમાં મળશે મંજૂરી તો કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે 36મી રથયાત્રા

આ પણ વાંચોઃરથયાત્રા યોજવા અમદાવાદ પોલીસ કમિશ્નરની મંજૂરીની કરાઇ માગ

મંજૂરી મળે તો કેમ નીકળશે રથયાત્રા

ભાવનગર શહેરની રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રથયાત્રા (rathyatra) છે. ભાવનગરમાં 17 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળે છે, ત્યારે ગત વર્ષે પણ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું, ત્યારે હાલમાં બીજી લહેર પૂર્ણ થયા બાદ માહોલ કોરોનામુક્ત જેવો છે, ત્યારે સરકારમાંથી મંજૂરી મળે તેવી આશા રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઇ ગોંડળીયાએ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details