પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર શહેરના ઈસ્કોન સિટીમાં રહેતા યુવક યુવતી પ્રેમમાં ગળાડૂબ થતાં યુગલ લગ્નના તાંતણે બંધાયું હતું. બંનેનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું. પરંતુ સમય જતાં બંનેના સ્વભાવ બદલાતા તેમની વચ્ચે ખટરાગ થતો હતો. સાથો સાથ તેમના યુવતી હારવીના પતિ અશોકના કારસ્તાનો પણ ખુલ્લા પડવા લાગ્યા હતા.
ભાવનગરમાં આધુનિક પ્રેમનો કરુણ અંજામ, પતિએ કર્યું પત્ની પર ફાયરીંગ - gujarati news
ભાવનગર: શહેરના વિક્ટોરિયા પાર્ક રોડ ઇસ્કોન સિટીના ગેટ નજીક રહેતી હારવી નામની યુવતી પતિનું ઘર છોડીને પિયર ચાલી આવી હતી. જેના કારણે તેના પતિ અશોકે તેની પત્ની પર ફાયરીંગ કર્યું હતું. હારવીને પીઠના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઘરમાં ઝઘડો વધતા યુવતી 3 મહિના પહેલા તેના પિયર ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચી જતા પ્રેમમાં પાગલ બનેલ યુવક આ વાત ઝીરવી શક્યો નહિં. આજ બુધવારના રોજ કોઈ કામ બાબતે યુવતી ઘરની બહાર નીકળતા તેના પતિએ તેને પર ફાયરીંગ કર્યું હતું. યુવતીને ગોળી વાગતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આરોપી પતિ ફાયરીંગ કરીને નાસી છુટ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સિટી DYSP મનીષ ઠાકર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી ગયો હતો. આરોપી પતિને પકડવા પોલીસે સઘન તપાસ કરીને ચક્રો ગતિમાન કર્યા છે.