ભાવનગર શહેરના હોમગાર્ડ જવાનો કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થતા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા હોમગાર્ડ જવાનો બાઇક સાથે લેહ લદાખના સુધીનો પ્રવાસ કરશે અને આ પ્રવાસની સાથે ‘બેટી બચાવો બેટી પઢાઓ’, સ્વચ્છ ભારત અભિયાન અને જળ એ જ જીવનના સૂત્રો સાથે રસ્તા પર આવતા દરેક નાનામોટા ગામડાઓમાં સંદેશો આપશે.
કારગીલના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા હોમગાર્ડના જવાનોનો લેહ લદાખનો બાઇક પ્રવાસ
ભાવનગરઃ શહેરના હોમગાર્ડ જવાનો કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂર્ણ થતા તેમજ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા ભાવનગરથી બાઇક સાથે લેહ લદાખ સુધીનો પ્રવાસ કરશે.
ભાવનગરના હોમગાર્ડ જવાનો મોટરસાયકલ સાથે લેહ લદાખના પ્રવાસે રવાના
આ પ્રવાસ પ્રસ્થાન પહેલા હોમગાર્ડ જવાનોનું ભાવનગર રેન્જ IGની ઉપસ્થિતિમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ હોમગાર્ડના કુલ નવ સભ્યો આ પ્રવાસમાં જશે. ભાવનગર પોલીસ રેન્જના IG તથા હોમગાર્ડના દરેક જવાનો મહાનગરપાલિકાના મેયર તથા ભાજપ યુવા નેતાના પ્રમુખ તેમજ ઉદ્યોગકારો દ્વારા હોમગાર્ડ જવાનોને આ યાત્રા સુખમય અને શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે ભાવનગર રેન્જ IG દ્વારા ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.