ભાવનગર: નવા આવેલા કોરોના પૉઝિટિવ દર્દીમાં મહિલાના મોત બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તે ઘર અને વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. ફાયરના જવાનોએ જીવના જોખમે મૃતકના ઘર, ગલીને સેનિટાઇઝ કર્યા હતા.
ભાવનગરમાં પોઝિટિવ દર્દીનું મોત, ઘર, વિસ્તાર સેનેટાઇઝ કરાયા - bhavnagar corona update
ભાવનગરમાં પૉઝિટિવ દર્દીના મોત બાદ તુરંત ઘર અને આજુબાજુનો વિસ્તાર સેનિટાઇઝ કરવામાં આવ્યાં હતાં

ભાવનગરમાં પૉઝિટિવ દર્દીના મોત બાદ તુરંત ઘર, વિસ્તાર સેનિટાઇઝ કરાયા
ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી એક પણ કેસ નહિ હોવાથી તંત્રમાં હાશકારો અનુભવાયો હતો, પરંતુ અચાનક બે કેસ આવતા તંત્રમાં ફરી ચિંતા ફેલાઈ ગઈ છે. ભાવનગરના વડવા ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલા અમીપરામાં રહેતા પુષ્પાબેન સોલંકી, ઉમર 60 વર્ષ, ગઈકાલે સારવારમાં આવ્યા હતા અને આજે તેમનું મૃત્યુ થયું હતું. પુષ્પબેનનું મૃત્યુ થતા અને પૉઝિટિવ હોવાને પગલે તેમની સાંકડી ગલીને સેનીટાઇઝ કરવામાં આવી હતી. મધુમાળી ખાંચામાં રહેતા પુષ્પાબેનના ઘર અને ગલીને ફાયર વિભાગે સેનિટાઇઝ કરી હતી.