હિતેન કનોડિયા ગુરવારે દલિત વિસ્તારમાં રોડ શો કર્યો હતો. હિતેન કનોડિયાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના ટ્રાન્સલેટરને પણ તેમનું ટ્રાન્સલેશન કરતા નથી આવડતું, ત્યારે આપણે રાહુલને વડાપ્રધાન કેવી રીતે બનાવીએ?
ભાજપના સ્ટાર પ્રચારક હિતેન કનોડિયાએ ભાવનગરમાં કર્યો રોડ શો - gujarati news
ભાવનગર: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. લોકસભા ચુંટણી માટે ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર શહેરમાં દલિત અને કોળી સમાજના લોકોને આકર્ષવા માટે ગુરુવારે ઈડરના ધારાસભ્ય અને ભાજપ સ્ટાર પ્રચારક હિતેન કનોડિયાને બોલાવવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના આખલોલ જકાતનાકાથી લઈને હિતેન કનોડિયાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
કોંગ્રેસ જેટલો પ્રચાર કરે તેમાં ફાયદો ભાજપનો થશે તેવુ જણાવ્યું હતું, આ સિવાય સરકારના પાંચ વર્ષમાં જે કામ થયા છે તેને દેશ નહી વિશ્વ વાહ વાહ કરી રહ્યું છે.