હીરા બજારમાં મંદીની અસરના કારણે હીરા ઉદ્યોગોના પાટીયા પાડી દેવામાં આવ્યાં છે. તો કેટલાંક કારખાનાઓ મૃત હાલતમાં છે. જેના કારણે હજારોની સંખ્યામાં રત્નાકલાકારો બેરોજગાર થઇ રહ્યાં છે. માટે રત્નાકલાકારોએ મદદ માટે તંત્રને ગુહાર લવાવી હીરા ઉદ્યોગોને ફરીથી ઉભા કરવા વિનવી રહ્યાં છે.
ભાવનગરનો હીરા ઉદ્યોગ મંદીની ઝપટમાં, રત્નકારો બેરોજગારીથી બેહાલ
ભાવનગરઃ જિલ્લામાં હીરા ઉદ્યોગો મંદીના કારણે ઠપ્પ થઈ રહ્યાં છે. જેથી રત્નકલાકારોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે. તો વેપારીઓ પણ નુકસાન ન ઉઠાવી શકતાં કારખાનાને તાળા મારી અન્ય ક્ષેત્ર તરફ પ્રયાણ કરી રહ્યાં છે. ત્યારે રત્નકલાકારો એક ટંક મેળવવા માટે ફાંફાં મારી રહ્યાં છે. જેથી તંત્ર દ્વારા હીરા ઉદ્યોગોને પુનઃ જીવિત કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.
હાલ ભાવનગરનું હીરા ઉદ્યોગ મંદીની માર વચ્ચેથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા ઘણાં સમયથી હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે. છાશવારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા તેને બંધ કરવાની અથવા તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાં રત્ન્કારોને વ્યવસાયમાંથી છુટા કરવામાં આવતાં. પણ કારખાનાઓમાં ખર્ચ વધતાં સ્થિતિ દિવસેને દિવસે વધું ગંભીર બની રહી છે. બજારમાં બેરોજગારી સંખ્યા વધી રહી છે. જેથી રત્નકારો રોજગાર ન મળતાં અત્મહત્યા કરવા મજબૂર થયાં છે. એટલે મંદીના ચાલતાં ઉદ્યોગો બહાર લાવવાની માગ પ્રબળ બની છે.
આમ, વર્ષોથી હીરા ઉદ્યોગથી શોભતાં ભાવનગરના હીરાના કારીગરો આજે બેરોજગારી સંપડાઇ રહ્યાં છે. ત્યારે તંત્ર વાસ્તવિક પરિસ્થિતી સામે આંખ આડા કાન કરી રહ્યું છે. એટલે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.