ભાવનગર : ગુજરાતની ધરતીની પ્રજા હરવા ફરવા અને ભોજન પ્રિય માનવીઓ હોય છે, ત્યારે અહીંયા અમે તમને વર્ષોની પોરાણીક વાનગી દર્શાવવાના છીએ. ગુજરાતમાં વર્ષો જૂનું પંડોલી વાનગી કઈ રીતે બનાવી શકાય તેની રીત જણાવવાના છીએ. આમ તો પંડોલી વાનગી દેખાવમાં બટેટાના ભજીયા જેવી લાગે છે. પરંતુ પંડોલી મિલેટ ધાન્યની બનેલી એક વાનગી છે.
પૌરાણિક પંડોલી વાનગી :ગુજરાતની પ્રજા ખાણીપીણીની ખૂબ શોખીન હોય છે. ગુજરાતમાં દરેક શહેરોમાં રસ્તા પર અને રેસ્ટોરન્ટ હોટેલમાં ખાણીપીણીની લઈને રજાઓના દિવસોમાં લાંબી લાઈનો જોવા મળતી હોય છે. આમ તો ગુજરાતમાં દરેક વિસ્તારના પોતાના સ્વાદિષ્ટ ભોજન અને વાનગીઓ અલગ અલગ હોય છે, ત્યારે ગુજરાતમાં એક પૌરાણિક વાનગી પંડોલી વિશે વાત કરવાની છે. આમ તો 80થી 100 વર્ષ જૂની આ વાનગી છે. પરંતુ આજની પેઢીમાં આ પંડોલી વાનગીથી જૂજ લોકો જ વાકેફ હશે.
હેરિટેજ રેસીપી સ્પર્ધામાં આકર્ષણરૂપ રહી :મિલેટ ધાન્ય મગમાંથી બનતું પંડોલી વાનગી ભાવનગરમાં યોજાઈ ગયેલી હેરિટેજ રેસીપી સ્પર્ધામાં રજુ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 55 જેટલા અલગ અલગ ભોજન અને વાનગીઓ રજૂ કરાયા હતા. તેમાનો એક પંડોલી પણ હતું. મગમાંથી બનતી આ વાનગી દેખાવમાં બટેટાના ભજીયા અને કટલેસ જેવી પણ લાગે છે, પરંતુ પંડોલી વાનગીનો કલર ભજિયાની જેમ પીળાશ પરનો હોય છે. પંડોલીનો સ્વાદ અલગ હોવાનું કહેવામાં આવે છે. ત્યારે હવે જાણીએ કે આ પંડોલી વાનગી બને કેવી રીતે અને શું શું સામગ્રી જોઈએ.