લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી ભાવનગર: લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી છે. કોરોનામાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જવા બાદ લોકો લીલા શાકભાજી આરોગવા તરફ વળી ગયા છે. ભાવનગરમાં લીલા શાકભાજીમાંથી બનતા જ્યુસ લોકોના પ્રિય બન્યા છે. અલગ અલગ શાકભાજીના જ્યુસ ઋતુ પ્રમાણે લોકો આરોગી રહ્યા છે. અઢળક વિટામિન આપતા જ્યુસ સેન્ટર અને જ્યુસ વિશે જાણો.
લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી સીધા રસનો જ્યુસ: મનુષ્યની તંદુરસ્તીમાં મહત્વનો ભાગ લીલા શાકભાજી ભજવતા હોય છે. શિયાળામાં લોકો લીલા શાકભાજી આરોગવાની સાથે હવે તેના સીધા રસનો જ્યુસ પીવાની પદ્ધતિ સામે આવી છે. ભાવનગરમાં કોરોનાકાળ બાદ એક મોટો સમૂહ સવારમાં શાકભાજીના રસ પીવે છે. જો કે હવે ઉનાળાના પ્રારંભમાં શું? તો તેનો જવાબ એવો છે કે, કોઈ પણ ઋતુ હોય શાકભાજીનો રસ પીવામાં લોકો કાયમ રૂચી ધરાવે છે. બ્રહ્માંડના નિયમ પ્રમાણે દરેક સજીવને ઉર્જાની જરૂર હોય છે.
લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી અહીંયા પ્યોર જ્યુસ મળે છે. કોઇ પાણી નાખવામાં આવતું નથી. ઘર જેવું જ અને ઘર કરતા વધુ સારું બનાવે છે. પાલખ,ફુદીનો,કોથમરી,તુલસી,બીટ,ગાજર દરેક શાકભાજીનું તાજું નજર સામે જ્યુસ બનાવે છે. મગનું પાણી અને કઠોળ પણ રાખે છે. ત્રણેય ઋતુ પ્રમાણે મળે છે--રૂપલબેન શાહ (ગૃહિણી,ભાવનગર)
લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી આ પણ વાંચો Bhavnagar News: ડબલ ડેકર માલગાડી પાટા પરથી ઉતરી જતા અન્ય ટ્રેનો મોડી
ઔષધિઓ તરફ વળ્યા:ઉર્જા માટે ખોરાક અને પાણી જીવો માટે અગત્યના છે. ભારતમાં કોરોનાકાળમાં મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ ઉઓર પ્રહાર થયો અને શરીરની શક્તિનો નાશ થતા શરીરને ટકાવવા માટે શક્તિ વધારવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે. ભારતના આયુર્વેદશાસ્ત્ર પ્રમાણે શાકભાજીમાં મળતા વિટામિન મહત્વના હોવાથી લોકો લીલા શાકભાજી અને આયુર્વેદના ઔષધિઓ તરફ વળ્યા હતા. ભાવનગર લીલા શાકભાજીના જ્યુસની શરૂઆત ભાવનગરમાં થઈ અને આજે તેની બોલબાલા ઉભી થઇ છે.
લીલા શાકભાજીના જ્યુસ ત્રણેય ઋતુમાં ગુણકારી આ પણ વાંચો Bhavnagar news: મહાનગરપાલિકા કમિશ્નરે અચાનક આનંદનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ખુલી પોલ
વર્ષો જૂની પરંપરા: ઉનાળામાં દૂધીના જ્યુસની માંગ વધુ રહે છે. આ સાથે અન્ય જ્યુસ સાથે કડવો લિંમડો નાખવામાં આવે છે. ચૈત્ર મહિનામાં કડવાશ લેવાની વર્ષો જૂની પરંપરા છે. ચૈત્ર માસ શરૂ થતાં હવે જ્યુસમાં લીમડાની બોલબાલા રહેવાની છે. ઉનાળા, શિયાળો અને ચોમાસામાં જ્યુસની માંગ રહે છે કારણ કે રોગપ્રતિકારક શક્તિ શરીરમાં જાળવી રાખવા લોકો અચૂક આરોગી રહ્યા છે.