ગુજરાત

gujarat

ETV Bharat / state

Hat sale in Bhavnagar: ભાવનગરમાં આકરી ગરમીમાં ટોપીની બજાર ગરમ, ગત વર્ષ કરતા આ વર્ષે માથું ઢાંકવું મોંઘું - Hat sale in Bhavnagar

ભાવનગર શહેરમાં ધગધગતા તાપમાં ટોપીની જરૂરિયાત (Hat sale in Bhavnagar)આજે દરેક વ્યક્તિને પડી રહી છે. ટોપીની જરૂરિયાત પાછળનું કારણ આકરો તડકો(hat to protect the sun ) છે. ગત વર્ષે 50 થી 80 રૂપિયા સુધીની ટોપીઓ હતી જે આ વર્ષે મોંઘવારીના પગલે ભાવ સૌથી વધુ 120 રહ્યો છે જ્યારે ગત વર્ષે સૌથી વધુ 80 રૂપિયા ભાવ હતો. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે એટલે લોકો ખરીદવા પણ આવે છે.

Hat sale in Bhavnagar: ભાવનગરમાં આકરી ગરમીમાં ટોપીની બજાર ગરમ, ગત વર્ષ કરતા આ વર્ષે માથું ઢાંકવું મોંઘું
Hat sale in Bhavnagar: ભાવનગરમાં આકરી ગરમીમાં ટોપીની બજાર ગરમ, ગત વર્ષ કરતા આ વર્ષે માથું ઢાંકવું મોંઘું

By

Published : Apr 13, 2022, 1:35 PM IST

ભાવનગર: શહેરમાં આકરી ગરમીના કારણે રસ્તા પર ચપ્પલ(Temperature in Bhavnagar ) વગર ચાલવું મુશ્કેલ છે. જ્યારે પગ ચપ્પલ વગર જમીન પર ના મૂકી શકાય એટલે સમજવુ કે માથે ટોપીની જરૂરિયાત ઉભી થઇ છે. આ ટોપીની બજારમાં પણ ગરમાવો આવી ગયો છે. લોકો ટોપીની ખરીદી કરવા લાગ્યા છે ઓન ટોપીની બજાર કેમ છે ગરમ એ પણ જાણો. આકરી ગરમી અને ધગધગતા તાપમાં બહાર(Rise in hat prices)જવાનું જરા પણ મન થતું નથી. પરંતુ જેની રોજગારી ખરા તડકામાં છે તેને માટે ના છૂટકે બહાર નીકળવું પડે છે. આવા લોકો માટે (Hat sale in Bhavnagar)ટોપી સીધા તડકાના તાપમાંથી બચાવની કામગીરી કરે છે. ટોપીની બજાર હાલમાં ગરમી સાથે ગરમ છે પરંતુ મોંઘવારીના મારમાં લોકો માટે ખીચ્ચા જરૂર નરમ થઈ જશે જાણોટોપીની બજાર.

રમીમાં ટોપીની બજાર

આ પણ વાંચોઃHat Politics: પીએમ મોદીના માથે શોભિત કેસરી રંગની ટોપી આજે દેશભરમાં ચર્ચાનો વિષય, જાણો ક્યાં થઈ હતી તૈયાર

ધગધગતા તાપમાં રક્ષણ આપતી ટોપી કેટલી જરૂરી -ભાવનગર શહેરમાં ધગધગતા તાપમાં ટોપીની જરૂરિયાત આજે દરેક વ્યક્તિને પડી રહી છે. ટોપીની જરૂરિયાત પાછળનું કારણ 41 ડીગ્રી પાર પહોંચેલો આકરો તડકોછે. તાપમાન 40 ઉપર પહોચતા શરીરનું પાણી ઘટી શકે છે. માથા પર સીધા તડકાથી બેભાન થવાની પણ સંભાવનાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં ટોપીને પહેરવાથી સૂર્ય નારાયણના સીધા તડકાના તાપમાંથી બચી શકાય છે. અનેક લોકો ઘરમાં જૂની ટોપીઓને બહાર કાઢી છે. સાયકલ પર જતો શખ્સ હોઈ કે પાછો બાઇક પર જતો શખ્સ ટોપીમાં બપોરના 12 કલાક બાદ નજરે પડે છે.

આ પણ વાંચોઃરાજકોટમાં ગરમીથી બચવા આ લોકોએ બનાવી કોથમરી ટોપી, જુઓ વીડિયો...

ટોપીની બજાર ગરમ લોકોના ખીચ્ચા થઈ રહ્યા છે નરમ કેમ -ટોપીની જરૂરિયાત હોવાથી લોકોને પોતાના ખીચ્ચા હળવા કરીને મોંઘી પણ ટોપી ખરીદવાનો સમય આવ્યો છે. વધતા તાપમાં કામ કરવું મુશ્કેલ છે તેવામાં ટોપીનો વ્યવસાય કરતા શબ્બીરભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે ટોપીની બજારમાં અનેક વેરાયટીઓ છે ગત વર્ષે 50 થી 80 રૂપિયા સુધીની ટોપીઓ હતી જે આ વર્ષે મોંઘવારીના પગલે ભાવ સૌથી વધુ 120 રહ્યો છે જ્યારે ગત વર્ષે સૌથી વધુ 80 રૂપિયા ભાવ હતો. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે એટલે લોકો ખરીદવા પણ આવે છે.

ABOUT THE AUTHOR

...view details