ભાવનગરમાં ગુરૂપૂર્ણિમા ધામધૂમથી ઉજવણી કરાઇ - Gujrati news
ભાવનગરઃ શહેરમાં અષાઢી પૂનમ નિમિત્તે શહેરના માર્ગો તેમજ શહેરની ગલીઓમાં તેમજ ધાર્મિક સ્થળો પર ગુરુપૂર્ણિમાની લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરોમાં મંગળા આરતી સંતવાણી કાર્યક્રમ તેમજ બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરમાં ધામધૂમથી ઉજવાઇ ગુરૂપૂર્ણિમા
જ્યારે સતત બીજા વર્ષે પણ ચંદ્ર ગ્રહણનો સંયોગ આવતો હોવાથી પ્રસિદ્ધ દેવસ્થાનો તેમજ મંદિરોમાં સાંજ બાદ દેવ દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. જેને લઇ વહેલી સવારથી જ તે ભાવિક ભક્ત લોકો ગુરુપૂર્ણિમાની ઉજવણી અને લઇ ભક્તિમય બન્યા હતા.