ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ - રાજય સરકાર

ભાવનગરઃ ભાવનગર બંદર ખાતે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ છેલ્લા 40 વર્ષથી મજુરી કામ કરતાં 900 શ્રમિકોને ગુજરાત મેરી ટાઈમ બોર્ડે કોઈ પણ કારણ વિના રાતો રાત છુટા કરતા રોજગાર વિહોણો મજુરમાં ભારે રોષ વ્યાપ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Sep 24, 2019, 5:46 PM IST

એક તરફ સમગ્ર રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે, કેન્દ્ર તથા રાજય સરકાર મોંઘવારીને નાથવામા તથા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રોજગારી પુરી પાડવામાં સરકાર સરેઆમ નિષ્ફળ નિવડયુ છે. તેવાં સમયે ગરીબ અને આમ આદમીની મુશ્કેલીઓ તકલીફો ઓછી નથી થઈ રહી ત્યારે લોકોના રોજગારો છીનવાઈ રહ્યા છે. આમ, છતાં પણ સરકાર આ મુદ્દે નિંદ્નાધિન અવસ્થામાં જણાઈ રહી છે.

ગુજરાત મેરી ટાઈમ બોર્ડે 900 શ્રમિકોને કર્યા છુટા, શ્રમજીવીઓમાં ભારે રોષ

ભાવનગરના બંદર ખાતે સેંકડો શ્રમજીવીઓ છેલ્લી ચાર પેઢી કરતાં વધુ સમયથી ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ હેઠળ શિપમા આવતા કંન્ટેનરમાંથી માલ સામાન ઉતારવા ચડાવવાનું મજુરી કામ કરે છે. તાજેતરમાં GMB હસ્તકનો વહીવટ ધરવતી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના 900 શ્રમજીવીઓને છુટા કરી દેવામાં આવ્યા છે. પરિણામે મજૂરોમાં ભારે રોષ ફેલાયો છે. છુટા કરાયેલા શ્રમિકોને પુનઃ કામ પર લેવાની ઉગ્ર માગ સાથે મજુરોના નૈતિક હક્ક માટે કાર્યરત સીઆઈટીયુ પક્ષની આગેવાની હેઠળ પોતાની માગ રજુ કરવા સત્તાવાર તંત્ર પાસે મંજૂરી માંગવામા આવી હતી. પરંતુ, મંજૂરી આપવામાં ન આવતા જીએમબી કચેરી સામે વિરોદ્ધ પ્રદર્શન તથા ધરણાં યોજવા એકઠા થયેલા શ્રમિકોની પોલીસે અટકાયત કરી હતી.

આ અંગે સીઆઈટીયુના અરૂણ મહેતાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ દેશમાં કોઈ પણ નાગરિકને સરકાર કે તંત્ર પાસે પોતાનો નૈતિક હક્ક માંગવાનો કે રજૂઆત કરવા માટેની આઝાદી નથી. કચડાયેલા વર્ગના લોકો સાથે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. 40 વર્ષથી મજુરી કરી જીવન ચલાવતા 900 શ્રમિકોને રાતોરાત છુટા કરી ધંધા રોજગાર વિહોણા કરી દેવા એ કોઈ સામાન્ય બાબત નથી. અનેક ગરીબ પરિવારોના ભરણ પોષણનો જયારે સવાલ છે ત્યારે, સરકારે આ મુદ્દે તત્કાલ ઘટતું કરે અન્યથા ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી છે. ત્યારે, આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે સરકાર ગરીબ પરિવારો સાથે ન્યાયીક કાર્યવાહી કરશે કે કેમ તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details