ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરની બેઠકો પર 2017માં હારજીત, 7માંથી 1 બેઠક હતી કોંગ્રેસ પાસે - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો (Gujarat Election 2022 Counting Day ) સામે આવવાનો સમય છે તેવામાં 2017ની ચૂંટણીના પરિમાણો પણ લોકો યાદ કરી રહ્યાં છે. ભાવનગર જિલ્લામાં કુલ 7 બેઠકોનો ( Bhavnagar 7 Seats Results ) સમાવેશ થાય છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં આ સાત બેઠક પર શું પરિણામ (Gujarat Election Results 2017 ) હતાં તેના પર ઝડપી નજર.

ભાવનગરની બેઠકો પર 2017માં હારજીત, 7માંથી 1 બેઠક હતી કોંગ્રેસ પાસે
ભાવનગરની બેઠકો પર 2017માં હારજીત, 7માંથી 1 બેઠક હતી કોંગ્રેસ પાસે

By

Published : Dec 7, 2022, 5:41 PM IST

ભાવનગર જિલ્લાની સાત બેઠકમાં 2017માં 7માંથી 6 બેઠક ભાજપ પાસે હતી જ્યારે એક બેઠક કોંગ્રેસ પાસે ( Bhavnagar 7 Seats Results ) હતી. 2017માં 60 ટકા ઉપર મતદાન થયું હતું ત્યારે 2022માં 60.83 ટકા મતદાન છે જે 2017ની સરખામણીમાં ઓછું થયું છે. આ વર્ષે ત્રિપાંખીયો જંગ પણ છે. એવામાં પરિણામો (Gujarat Election 2022 Counting Day ) કેવા છે તે રસનો વિષય બનશે.

સાત બેઠકની હારજીત ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠક ઉપર 2017માં સાતમાંથી એક બેઠક કોંગ્રેસને (Gujarat Election Results 2017 ) મળી હતી. જ્યારે છ બેઠક ઉપર ભગવો લહેરાયો હતો. દરેક બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણ અને મોદી મેજીક કામ કરતું હતું. વિકાસનો મુદ્દો પણ લોકોમાં ખૂબ ચર્ચામાં હોવાથી કોંગ્રેસ પાછળ ધકેલાઈ હતી. જો કે જિલ્લાની સાતમાંથી એક બેઠક કોંગ્રેસે મેળવી પણ તેમાં પણ સ્થાન પરિવર્તન બેઠકનું 2012 ની સરખામણીમાં થયું હતું. 7 બેઠક ઉપર 18 લાખ કરતા વધુ મતદારો છે. 2017 માં કુલ 62.3 ટકા જેવુ મતદાન નોંધાયું હતું.

2022ના પરિણામોમાં આ તાલિકામાં શું ફેરફાર થશે

ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં 2017માં હારજીતભાવનગર જિલ્લાની (Gujarat Election Results 2017 )સાત બેઠક પૈકી ભાવનગર પશ્ચિમ ચર્ચામાં રહી હતી. 2017માં જીતુભાઈ વાઘાણી પશ્ચિમ ઉપરથી લડ્યાં હતાં. ત્યારે તેમને 27,185 ની લીડથી જીત મેળવી હતી અને કુલ મત 83,701 મેળવ્યા હતા. ત્યારે કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલને 56,516 મત મળ્યા હતા. પશ્ચિમ બેઠક પર 63.8 મતદાન થયું હતું. ભાવનગરની પૂર્વ બેઠક ઉપર વિભાવરીબેન દવેએ 87,323 મત મેળવ્યા હતાં. ત્યારે કોંગ્રેસના નીતાબેન રાઠોડેએ 64,881 મત મેળવ્યા હતા. આમ 22,442ની લીડ વિભાવરીબેને મેળવી હતી. પૂર્વ બેઠક પર 66.4 ટકા મતદાન થયું હતું. ભાજપે બંને બેઠક પૂર્વ પશ્ચિમ કબ્જે કરી હતી. આ બંને બેઠકની જીત પાછળ વડાપ્રધાનનો ચહેરો અને જ્ઞાતિ સમીકરણ કારણભૂત ( Bhavnagar 7 Seats Results ) રહ્યું હતું.

મહુવા અને તળાજા બેઠકમાં 2017માં હારજીતભાવનગરની મહુવા બેઠક ઉપર ખેડૂતોના નિરમા આંદોલનમાં સાથી બનેલા કનુભાઈ કળસરિયા અપક્ષમાંથી લડીને ભાજપને મુશ્કેલીમાં મૂક્યું હતું. છતાં પણ ભાજપના આર સી મકવાણા અહીં 5009 ના માર્જિનથી જીત મેળવી હતી. જેમાં આર સી મકવાણા 44,410 મત અને અપક્ષ કનુભાઈ 39401 મત મેળવ્યા હતાં. મહુવા બેઠક પર 65.18 ટકા મતદાન થયું હતું. ત્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને રહ્યું હતું. જો કે નિરમા આંદોલન હોવા છતાં પણ જ્ઞાતિ સમીકરણના પગલે ભાજપ બેઠક મેળવવામાં (Gujarat Election Results 2017 ) સફળ રહ્યું હતું. કોળી સમાજની વધુ વસ્તીને પગલે ભાજપ કોળી સમાજના ઉમેદવારને ટિકીટ આપી જીત મેળવી હતી. વડાપ્રધાનની વિકાસની વાત વચ્ચે જ્ઞાતિવાદ ભાગ ભજવ્યો હતો. તળાજા બેઠકમાં કોંગ્રેસના કનુભાઈ બારૈયાએ નજીવા માર્જિન 1779 મતથી જીત મેળવી હતી. કનુભાઈને 66,862 મત અને ભાજપના ગૌતમ ચૌહાણને 65,083 મત મળ્યાં હતાં. તળાજા બેઠક પર કુલ મતદાન 64.9 ટકા થયું હતું. આ બેઠક પર પલેવાલ સમાજ વધુ હોવાથી અને ખેડૂત આગેવાન હોવાથી કનુભાઈને જીત મળી હતી.

પાલીતાણા અને ગારીયાધાર બેઠકમાં 2017માં હારજીતપાલીતાણા કોંગ્રેસ પાસેથી બેઠક છીનવીને ભાજપના ભીખાભાઈ બારૈયાએ 14,189 માર્જિનથી જીત મેળવી હતી. ભીખાભાઈ બારૈયાને 69,479 મત અને કોંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડને 55,290 મત મળ્યા હતા. આ બેઠક પર 60.5 ટકા મતદાન થયું હતું. પાલીતાણા બેઠક ઉપર જ્ઞાતિવાદનું રાજકારણ થયું હોવાને કારણે કોંગ્રેસના હાથમાં રહેલી બેઠક જતી રહી હતી. ગારીયાધારમાં 5 ટર્મથી જીતતા કેશુભાઈ નાકરાણીને 1,876 જેવી નજીવી માર્જિનથી જીત ( Bhavnagar 7 Seats Results ) મળી હતી. જેમાં કેશુભાઈને 50,635 મત અને કોંગ્રેસના પરેશભાઈ ખેનીને 48,759 મત મળ્યા હતાં. આ બેઠક પર 56.4 ટકા મતદાન થયું હતું. બંને પટેલ ઉમેદવાર હોવા છતાં કેશુભાઈ નાકરાણીનો દબદબો અને ભાજપની વિકાસની લહેર કારણભૂત(Gujarat Election Results 2017 ) રહી હતી.

ભાજપનો ગઢ ગ્રામ્ય બેઠક પર દબદબો 2017ની હારજીત ભાવનગર ગ્રામ્ય બેઠક ઉપર ગુજરાતના કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકીને ભાજપે ઉતાર્યાં હતા. છેલ્લા પાંચ ટર્મથી જીતતા પુરુષોત્તમભાઈ આ બેઠક ઉપર 30,993 ના માર્જિનથી જીત મેળવી હતી. તેમાં પરસોત્તમભાઈને 89.555 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. આ બેઠક પર 63.8 ટકા મતદાન થયું હતું.આમ પરસોતમભાઈ આ બેઠક ઉપર શક્તિસિંહ ગોહિલને પણ હરાવી ચૂક્યા છે અને તેની પાછળનું કારણ કોળી સમાજના સૌથી વધુ મતદારો અને પરસોત્તમભાઈનું પોતાનું વ્યક્તિત્વ જીતનું ( Bhavnagar 7 Seats Results ) કારણ રહ્યું છે. આ સિવાય દરેક બેઠક પર ભાજપ કોળી સમાજના મત ભાજપમાં ફેરવવા પરસોત્તમભાઈ સોલંકીને પ્રચારમાં (Gujarat Election Results 2017 )ઉતારે છે અને ભાજપ છેલ્લા 27 વર્ષથી આ જીત મેળવતું આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details