ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસના કાર્યકરોએ દુકાનો કરાવી બંધ, વેપારીઓની હાલત થઇ કફોડી

કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન અપાયું છે. બપોરના 12 વાગ્યા સુધી આંશિક બંધનું એલાન અપાયું છે. ભાવનગરમાં કોંગ્રેસના સાંકેતિક બંધને ટેકો અપીલ બાદ વ્યાપારીઓએ આપ્યો હતો. કોંગ્રેસને વેપારીઓનો થોડો સમય સહકાર મળ્યો હતો. Gujarat Bandh Alan,Gujarat Congress, inflation and unemployment

કોંગ્રેસ દ્વારા બંધની અપીલ બાદ વેપારીઓએ શટર પાડ્યા
કોંગ્રેસ દ્વારા બંધની અપીલ બાદ વેપારીઓએ શટર પાડ્યા

By

Published : Sep 10, 2022, 12:56 PM IST

ભાવનગર શહેરમાં કોંગ્રેસના સાંકેતિક બંધને ટેકો અપીલ બાદ વ્યાપારીઓએ (Gujarat Bandh Alan)આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા શહેરમાં લોકોને અપીલ મોંઘવારી સામે લડવા અપીલ કરવામાં આવી હતી. સાંકેતિક બંધ પાળવામાં આવે. કોંગ્રેસને વેપારીઓનો થોડો સમય( Gujarat Congress)સહકાર મળ્યો હતો, પરંતુ બાદમાં પોલીસે અડધી બજારે અટકાયત કરી લીધી હતી. જાણો કોંગ્રેસની રણનીતિ.

ભાવનગર કોંગ્રેસ

લોકોએ કોંગ્રેસની વિનંતી સાભળીગુજરાતમાં મોંઘવારી સામે સાંકેતિક (inflation and unemployment )બંધમાં ભાવનગર શહેર કોંગ્રેસ બંધ માટે નીકળી હતી. શહેરની મુખ્ય બજારમાં મોંઘવારી સામે કોંગ્રેસના બંધ સામે લોકોએ કોંગ્રેસની (Gujarat Congress News )વિનંતી પર શટરો પાડી દીધા હતા. પોલીસે અડધી બજારે પહોંચતા અંતે અટકાયત કરી લીધી હતી.

કોંગ્રેસનો સાંકેતિક પ્લાન બે વિભાગમાં યોજાયોગુજરાતમાં કોંગ્રેસના સાંકેતિક બંધમોંઘવારીના વિરોધમાં જાહેર કરવામાં આવ્યું હતું. ભાવનગર કોંગ્રેસ આમ શહેરના મુખાય ચોક ઘોઘાગેટમાં કાર્યક્રમ આપતી હોય છે પરંતુ આજના સાંકેતિક બંધમાં ભાવનગર શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બે વિભાગમાં ટીમ બંધ માટે નીકળી હતી. ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસના મહિલા પરંજખ અને વિરોધપક્ષના નેતાએ કમાન સાંભળી હતી તો પશ્ચિમમાં શહેર પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા બંધ કરવા અપીલ માટે નીકળ્યા હતા.

કોંગ્રેસનું બંધ માટે અપીલમોંઘવારીએ આજે દરેક માણસના બજેટને વેરવિખેર કર્યું છે. ત્યારે કોંગ્રેસે મોંઘવારી મુદ્દે પૂર્વના ઘોઘાગેટ ચોકમાંથી ચાલતા નીકળીને વ્યાપારીઓ અપીલ કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા કોંગ્રેસ જાહેરમાં નીકળતા અને અપીલ કરતા વ્યાપારીઓ થોડા સમય માટે દુકાનોના શટરો પાડી દીધા હતા. વ્યાપારીઓએ સાંકેતિક બંધને ટેકો થોડા સમય માટે આપીને મોંઘવારી નડી રહી હોવાનો સંકેત ક્યાંક કેન્દ્રની સરકારને જરૂર આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details