ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Check Dam : મોટા ડેમ બનાવવાની જગ્યા બચી નથી અને ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચેકડેમ કેટલા બન્યા જાણો - ચેકડેમ

ગુજરાત રાજ્યમાં મોટા ડેમ બનાવવાની જગ્યા બચી નથી અને ખેતી માટે માઈક્રો પ્લાનિંગ તરફ સરકાર જઇ રહી હોવાની વાતો ચાલે છે. ત્યારે ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચેકડેમ કેટલા બન્યાં તે પણ જાણો.

Gujarat Check Dam : મોટા ડેમ બનાવવાની જગ્યા બચી નથી અને ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચેકડેમ કેટલા જાણો
Gujarat Check Dam : મોટા ડેમ બનાવવાની જગ્યા બચી નથી અને ખેતી માટે માઈક્રો પ્લાનિંગની વાતો, ત્રણ વર્ષમાં ગુજરાતમાં ચેકડેમ કેટલા જાણો

By ETV Bharat Gujarati Team

Published : Nov 7, 2023, 7:43 PM IST

Updated : Nov 7, 2023, 8:42 PM IST

ખેતીથી સમૃદ્ધિનું આયોજન છે પણ...

ભાવનગર : રાજ્યમાં મોટા ચેકડેમ બનાવવાની જગ્યા બચી નથી ત્યારે રાજ્યનું ઇરીગેશન વિભાગ ખેડૂતોને ટપક પદ્ધતિ અને સ્પ્રિંગલિંગ પદ્ધતિ તરફ વાળવા મોટી સબસીડી આપવા સરકાર તૈયાર થઈ છે. રાજ્યમાં ચેકડેમ તરફ ઇરીગેશન વિભાગ ચાલી રહ્યું છે. ખેડૂતોને હવે નાછૂટકે બે પદ્ધતિમાં કામ કરવું પડશે જેથી તેઓ સારો પાક લઈ શકે. શું કહે છે રાજ્યના ઇરીગેશન વિભાગના ચીફ એન્જીનિયર ખેડૂતો જરૂર જાણી લ્યો.

ઇરીગેશન વિભાગના એડિશનલ સેક્રેટરી સાથે વાત : ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ રહી છે અને ખેડૂતોને તેની અસર પણ જોવા મળે છે, ત્યારે પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ મહત્વનું બની જાય છે. સમગ્ર ગુજરાતમાં નવા ચેકડેમ બનાવાની હવે કોઈ શક્યતા ન હોવાનું ખુદ ઇરીગેશન વિભાગ માની રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ખેડૂતો માટે હવે સિંચાઈને લઈને શું ? આ પ્રશ્ન જરૂર ઊભો થયો છે. જો કે ગુજરાત રાજ્યના ઇરીગેશન વિભાગના એડિશનલ સેક્રેટરી સાથે ઈટીવી ભારતએ ખાસ વાતચીત કરી હતી. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા ચેકડેમ અને આગામી દિવસોમાં ખેડૂતોની માટે સરકારની નીતિઓ શું હશે ? તેના વિશે તેમણે જણાવ્યું હતું.

જિલ્લાવાર ચેકડેમ સંખ્યા જૂઓ

ગુજરાતમાં મોટા ડેમની જગ્યા નહીં : ભાવનગર શહેરની વિજ્ઞાનનગરીમાં પાણી બચાવો માટે વોટર ફોરમ મેનેજમેન્ટ (WMF) સાથે મળીને ખાનગી કંપનીઓ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના ઇરીગેશન વિભાગના ચીફ એન્જિનિયર અને એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ચેકડેમ બનાવવા માટે પાયોનિયર તરીકે કામ કરે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપણે 2001થી કરીને 1.50 લાખ જેટલા ચેકડેમો કુલ બાંધેલા છે. મોટા ચેકડેમ માટે હવે જગ્યા છે નહીં. હવે આપણે જે પણ કરવું હોય તો નાના પાયે કરવું પડશે. વરસાદ છેલ્લા પાંચથી દસ વર્ષથી સારો પડે છે. જે જગ્યા પર વરસાદ પડે છે ત્યાં પાણી રોકીએ અને ત્યાંના સ્થાનિક લોકોને લાભ આપીએ. પાણી રિચાર્જ થાય તે માટે કામ કરવું પડશે...એચ. યુ. કલ્યાણી (એડિશનલ સેક્રેટરી, ઇરીગેશન વિભાગ )

વધુ અને ઓછા વરસાદના વિસ્તારો વચ્ચે યોજના : સમગ્ર ગુજરાતમાં છેલ્લા પાંચ થી દસ વર્ષથી વરસાદને પગલે ખેડૂતોની સિંચાઈની સ્થિતિ શું છે ? ત્યારે ઇરીગેશન વિભાગના એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણીએ આ બાબતે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થાય છે, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ થાય છે. આથી આપણે એના માટે સુજલામ સુફલામ યોજના હેઠળ અને મહી પરિયોજના હેઠળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેનાલ મારફત પાણી લઈ ગયા છીએ. ઉનાળુ પાક લેવા માટે આપણે હાલમાં ચેકડેમો પણ ભરી રહ્યા છીએ અને તળાવો પણ ભરી રહ્યા છીએ. જેથી ખેડૂતો ઉનાળાનો પાક લઈ શકે.

જિલ્લાવાર ચેકડેમ સંખ્યા

દરિયાકાંઠે પાણી માટે ઇરીગેશનની યોજના : ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર લાંબો છે, ત્યારે એડિશનલ સેક્રેટરી એચ યુ કલ્યાણીએ આ બાબતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દરિયાકાંઠો છે, ત્યાં ક્ષારની તકલીફ ઊભી થાય છે. આથી આપણે મોટા પાયે ક્ષાર અંકુશ લાવવા સ્ટ્રક્ચર તૈયાર કર્યા છે. ટાઇટલ રેગ્યુલેટર હોય, બંધારા હોય, સ્પ્રેન્ડિંગ કેનાલ હોય તે તેવા વિસ્તારમાં સરકાર દ્વારા બનાવવા માંગે છે. આખો દરિયાકાંઠો જુઓ તો ભાવનગરથી લઈને કચ્છ સુધી બંધારો, સ્પ્રેડિંગ કેનાલ બનાવ્યા છે. ખારા પાણીનું લેવલ આ વિસ્તારમાં ઘટ્યું છે અને દરિયા તરફ ખસ્યું છે. પીડીલાઈટ, અંબુજા, ટાટા જેવી કંપનીઓ સાથે મળીને ખેડૂતોમાં પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છીએ. માઈક્રો ઇરીગેશન કરો અને તેમાંથી તમે લાભ થશે. 20 કિલોમીટર પહોળાઈમાં આ વિસ્તારમાં લાભ થયો છે.

પાણી માટેની કસરત

નવા ડેમો મોટા બનશે નહીં તો સરકારની યોજના હવે શું :રાજ્યનું ઈરીગેશન વિભાગ માને છે કે નવા મોટા ડેમો બનાવવા માટે હવે જગ્યા રહી નથી,ત્યારે સરકાર શું કરશે ? ત્યારે ચીફ એન્જિનિયર એચ યુ કલ્યાણીએ જણાવ્યું હતું કે સરકાર નવી પોલીસી લાવી રહી છે. ટપક પદ્ધતિ અને સ્પ્રિંકલ પદ્ધતિથી કે જેથી વધુ વિસ્તાર અને પાણીની બચત કરી શકાય. ખેડૂતોને જ્ઞાન આપીએ છીએ. ખેડૂતોને મોટી સબસીડી આપવા માટે સરકાર તૈયાર છે. આપણે લિફ્ટ ઇરીગેશન સંઘ બનાવ્યું છે, તે સંઘ ખેડૂતોને મળી મંડળીઓ બનાવે છે. મંડળીઓ મારફત અમે પિયત બહારનો વિસ્તાર છે તેમાં આ પ્રકારનો લાભ આપવા માંગીએ છીએ.

ગુજરાતમાં ચેકડેમનું વિસ્તરણ

9 જિલ્લામાં એક ચેકડેમ નહીં ઉપરોક્ત પ્રમાણે ગુજરાતમાં 33 જિલ્લામાં ત્રણ વર્ષમાં 9 જિલ્લામાં એક ચેકડેમ બનાવવામાં આવ્યો નથી. જ્યારે 721 ચેકડેમ કુલ 6495 હેકટર જમીનમાં બનાવવામાં આવ્યા છે.

538 ચેકડેમ મંજૂર : ઉપરોક્ત આંકડા પ્રમાણે જોઈએ તો પાંચ વિભાગ હેઠળ રાજ્યના દરેક વિસ્તારોમાં 538 ચેકડેમ મંજૂર કરવામાં આવનાર છે. જેમાં 68 પૂર્ણ થયા છે જ્યારે પ્રગતિ એટલે કામગીરી હેઠળ 211 છે અને 383નું આયોજન કરવામાં આવનાર છે.

  1. Gujarat News: ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો
  2. Surat News : ચેકડેમ લાવ્યો ખેડૂતો માટે આફત, પાણીનો પ્રવાહ બદલાતા ઓંડચ ગામમાં જમીનનું ધોવાણ
  3. ભાવનગરમાં આશરે 5837 ચેકડેમ માંથી કેટલા રીપેર થયા ? જાણો જગતના તાતની ચિંતા કોને
Last Updated : Nov 7, 2023, 8:42 PM IST

ABOUT THE AUTHOR

...view details