ગુજરાત

gujarat

ETV Bharat / state

ફોન ઓફ સેન્સ ઓન : ભાવનગરમાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં વિરોધ ન હોવાનો દાવો - Bhavnagar Candidate List

ભાવનગર શહેર ભાજપ કાર્યાલયે ઉમેદવારોને લઈને સેન્સની પ્રક્રિયા (Bhavnagar Candidate List) હાથ ધરવામાં આવી છે. સેન્સમાં જતા દાવેદારોએ અને તેની સાથે આવેલા (BJP Sensing Process in Bhavnagar) ટેકેદારોને ફોન બહાર મુકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પ્રથમ સેન્સમાં 35થી 40 કાર્યકર્તાઓ આવી ચુક્યા છે. જેમાં કોઈ અસંતોષ નથી કે કોઈ વિરોધ નથી. (Gujarat Assembly Elections)

ફોન ઓફ સેન્સ ઓન : ભાવનગરમાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં વિરોધ ન હોવાનો દાવો
ફોન ઓફ સેન્સ ઓન : ભાવનગરમાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં વિરોધ ન હોવાનો દાવો

By

Published : Oct 28, 2022, 9:53 AM IST

ભાવનગરશહેર કાર્યાલય પર ઉમેદવારોને સાંભળવા માટે સેન્સ લેવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં મોટાભાગે (Bhavnagar Candidate List) સેન્સમાં આવ્યા પ્રમાણે ક્યારેય ઉમેદવાર જાહેર થયા હોય તેવું ઓછું જાણવા મળ્યું છે, પરંતુ ભાજપે સેન્સનો પાડેલો ચીલો યથાવત રાખ્યો હતો. શહેરની પૂર્વ પશ્ચિમ બેઠકમાં જુના નવા ચેહરાઓએ ટિકિટો માંગી હતી. જેમાં શહેરમાં પૂર્વ અને પશ્ચિમની બેઠકમાં આઈ કે જાડેજા, મહેન્દ્ર પટેલ (BJP Sensing Process in Bhavnagar) અને પૂનમ માડમે સેન્સ લીધી હતી. સેન્સમાં જતા દાવેદારોએ અને તેની સાથે આવેલા ટેકેદારોને ફોન બહાર મુકવામાં આવ્યા હતા. સેન્સમાં પૂર્વ સંગઠનના પ્રમુખો, મહામંત્રીઓ તો પૂર્વનગરસેવક સાથે મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન રહેલા આગેવાનો હાજર રહ્યા હતા.(Gujarat Assembly Elections)

ભાવનગરમાં ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં વિરોધ ન હોવાનો દાવો

સેન્સ લેવામાં કોણ અને પૂર્વ બેઠકના દાવેદાર ભાજપ દ્વારા લેવામાં આવતી સેન્સ આ વર્ષની ચૂંટણીને પગલે યોજવામાં આવી છે. ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, તેવામાં ભાજપે ભાવનગર જિલ્લા માટે આઈ કે જાડેજા, પૂનમ માડમ અને મહેન્દ્ર પટેલને નિરીક્ષક તરીકે ઉતાર્યા છે. શહેર કાર્યાલય પર સાંજે શરૂ થયેલી સેન્સ મોડે સુધી ચાલી હતી. પૂર્વ બેઠકમાં અંદાજે 50 દાવેદાર અને પશ્ચિમમાં અંદાજે 20થી 25 દાવેદાર નોંધાયા હોવાનું રાજીવ પંડ્યા શહેર પ્રમુખે જણાવ્યું હતું.(Bhavnagar assembly election)

નિરીક્ષકોએ અસંતોષ મુદ્દે અને પદ્ધતિ પર આપ્યા જવાબભાજપ કાર્યાલય પર ગઈકાલે પૂર્વ અને પશ્ચિમ બેઠક સાંભળ્યા બાદ જિલ્લાની પાંચ બેઠકની સેન્સ લેવાનાર છે. શહેરની સેન્સમાં આવેલા નિરીક્ષક આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈ અસંતોષ નથી. કાર્યકર્તાઓની એક બીજાની વાતું હોય છે. જેને અવળી રીતે ગણવી જોઈએ નહિ. ભાજપ દરેક કાર્યકર્તા આવ્યો હોય એને સાંભળે છે અને બાદમાં પ્રદેશમાં મોકલે છે, ત્યાંથી કેન્દ્ર પાર્લામેન્ટરી બોર્ડમાં ટિકિટનું નક્કી થાય છે.પૂર્વની પ્રથમ સેન્સ લેવામાં આવી જેમાં અત્યાર સુધીમાં 35થી 40 કાર્યકર્તાઓ આવી ચુક્યા છે. જેને સાંભળવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ બેઠકની સેન્સ લેવાનાર છે. કોઈ અસંતોષ નથી.(Bhavnagar Vidhan Sabha seat)

પૂર્વની પશ્ચિમની સેન્સમાં ક્યાં નેતાઓ દેખાયાભાવનગર પૂર્વની સેન્સમાં ખાસ કરીને ચૂંટાયેલા નગરસેવકો અને પૂર્વ સંગઠનના મહામંત્રી, ઉપપ્રમુખ જેવા લોકોની હાજરી જોવા મળી હતી. મહિલા સંગઠન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યું હતું. પૂર્વપ્રમુખો પણ હાજરી આપી સેન્સમાં ગયા હતા. જ્યારે હાલના મહાનગરપાલિકાના ઊંચા પદમાં બેઠેલા કોઈ નેતાઓએ હાજરી આપી નોહતી. હાલના ધારાસભ્યો એક પણ હાજર રહ્યા નોહતા. સેન્સમાં દ્રશ્યો જોવા જઈએ તો કોઈ પ્રસંગ હોય તેવો માહોલ હતો. કોઈનો ટોપીમાં પ્રેમ છલકાતો હતો તો કોઈ ખાસ ખેસ ધારણ કરી પહોંચ્યા હતા. મહિલાઓ દાદરમાં બેસીને પોતાનો ક્રમ આવે તેની રાહમાં હતી.(Bhavnagar BJP Sens Process)

મોબાઈલ ઓફ સેન્સ ઓન થઈ કેમ કહેવાય છે જમાનો ખરાબ છે સગા બાપ પર વિશ્વાસ ના કરાય. હા ત્યારે ભાજપની સેન્સમાં ફરજીયાત મોબાઈલ બહાર લઈ લેવામાં આવતા હતા. એક શાકભાજી રાખવાના બ્રેકેટમાં સેન્સમાં જનાર વ્યક્તિ પાસેથી પહેલા ફોન લઈને મુકવામાં આવતા હતા. ફોન મૂકીને બાદમાં સેન્સમાં પ્રવેશ મળતો હતો. જોકે ફોન બહાર રાખવા પાછળનું તર્ક આપ પણ સારી રીતે સમજતા હશો. સેન્સમાં નવું તો કઈ ન હતું ફોન બહાર અને સેન્સમાં જનારાના જરૂર હતા. (Bhavnagar Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details