ગુજરાત

gujarat

ETV Bharat / state

અપક્ષ એટલે શું, અપક્ષ પાછળનું રાજકીય સમીકરણ સમજો - અપક્ષ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હાલ આ વખતની ચૂંટણીમાં પક્ષ સાથે અપક્ષની (independent candidate in Bhavnagar) બોલબાલા જોવા મળે છે. જેને લઈને આવો જાણીએ કે, અપક્ષની ભૂમિકા આખરે કેટલી મહત્વની હોઈ છે અને શા માટે તેઓ ઉભા રહે છે, શું તેની પાછળ પણ કોઈ રાજકારણ હોય છે. (Gujarat Assembly Election 2022)

અપક્ષ એટલે શું, અપક્ષ પાછળનું રાજકારણ જાણો
અપક્ષ એટલે શું, અપક્ષ પાછળનું રાજકારણ જાણો

By

Published : Nov 14, 2022, 10:25 AM IST

ભાવનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ સતત (Gujarat Assembly Election 2022) ગરમાતો જાય છે. ત્યારે ચૂંટણી સમયે પક્ષ બહાર એટલે કે કોઈ પણ પક્ષ નહિ એટલે અપક્ષ. આ અપક્ષની ઉમેદવારી હંમેશા દરેક બેઠક પર હોય છે, પરંતુ જ્યારે વધુ અપક્ષ હોઈ ત્યારે તે બેઠક રસાકસીભરી બની જાય છે. અપક્ષ ઉમેદવારની જીત ભાગ્યે જ નક્કી હોય છે, પરંતુ અપક્ષ ઉમેદવારી પાછળના કારણો રસપ્રદ હોય છે. ETV BHARAT તમને અહીંયા અપક્ષ ઉમેદવારના કારણો જણાવશે. ચાલો જાણીએ. (independent candidate in Bhavnagar)

અપક્ષની ભૂમિકા જીત માટે નહીં પરંતું બીજા મોટા પક્ષની હારજીત માટે મહત્વની કેમ જાણો

અપક્ષ ઉમેદવાર એટલે શુંઅપક્ષ એટલે કોઈ પણ પક્ષનો નહિ સ્વતંત્ર લડતો વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા, પ્રભાવ, સ્વબળે અને સ્વખર્ચે ચૂંટણી લડતો હોય છે. ભાવનગરની સાત બેઠકો પર અપક્ષ ઉમેદવારો રસાકસી વાળી બેઠકો પર વધારે જોવા મળે છે. અપક્ષ ઉમેદવારોએ 2022ની ચૂંટણીમાં 9 નવેમ્બર સુધીમાં અંદાજે 200 થી વધારે ફોર્મ ઉપાડ્યા છે. હા તમે સામાન્ય નાગરિક તરીકે ચૂંટણી લડી શકો છો. પોતાના સમાજમાં તેમજ મત વિસ્તારમાં માન સન્માન અને પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ અપક્ષ ઉમેદવારી કરતો હોય છે. (Independent candidate in Gujarat)

ચૂંટણી લડવાનો અધિકાર પીઢ પત્રકાર અરવિંદ સ્વામીએ જણાવ્યું હતું કે, લોકતંત્રમાં દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. જે લોકો સામાજિક કાર્યકર હોય કે રાજકારણમાં હોય તેવા લોકો ચૂંટણી લડે છે. અપક્ષ ઉમેદવારના ઉમેદવારીના અલગ અલગ કારણો હોઈ છે. કોઈ મોટા પક્ષના કહેવાથી તો કોઈ જ્ઞાતિવાદના સમીકરણથી ઉથલપાથલ થતી હોય ત્યાં અપક્ષ ઉમેદવાર વધુ હોય છે. ઘણા એવા હોય કે જે રાજકારણમાં હોય અને સમાજનું કામ કરતા હોય તેવા ઉમેદવારી કરે છે. તેની અસર ક્યારેક સારી તો ક્યારેક ખરાબ પડે છે. (Election 2022 in Bhavnagar)

ક્યાં કારણોસર ઉમેદવારી કરે હાલના સમયમાં હાલના સમયમાં અપક્ષ ઉમેદવારોની ભૂમિકા ખૂબ જ રસપ્રદ હોય છે. અપક્ષ ઉમેદવાર બેઠક પર ચૂંટણી લડવાના કારણો ઘણા છે. તેમ ટોપ પર ઘણી વખત રાજકીય કારણ હોઈ છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકની વાત કરવામાં આવે તો મહુવા, તળાજા, પાલીતાણા અને ગારીયાધાર બેઠક પર અપક્ષ ઉમેદવારે વધારે જોવા મળ્યા હતા. આ બેઠકોમાં ચાર બેઠકમાં ભાજપની જીતનું માર્જિન ખૂબ ઓછું હતું.

ગત ચૂંટણીમાં અપક્ષભાવનગરમાં 2017ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની વાત કરવામાં આવે તો, મહુવા(99) 2 ઉમેદવાર, તળાજા(100) 7 ઉમેદવાર, ગારીયાધાર(101) 4 ઉમેદવાર, પાલીતાણા(102) 8 ઉમેદવાર, ભાવનગર ગ્રામ્ય(103) 3 ઉમેદવાર, ભાવનગર પૂર્વ(104) 1 ઉમેદવાર અને ભાવનગર પશ્ચિમ(105) 5 ઉમેદવાર તરીકે જોવા મળ્યો હતા. (Gujarat Election 2022)

અપક્ષને લઈને ચૂંટણીમાં અસર આ સાત પૈકીની ચાર બેઠકમાં ભાજપને ઓછું માર્જિન મળ્યું હતું. તેમાં પહેલી મહુવા બેઠક હતી. જેમાં ભાજપના આર.સી. મકવાણા 5 હજારના મતથી જીત્યા હતા. અહીંયા અપક્ષ ઉમેદવાર કનુ કળસરીયા હતા. જેઓ એક સમયના ભાજપના જ ધારાસભ્ય અને બળવો કરી પાર્ટી છોડીને અપક્ષમાં ઉભા રહ્યા હતા. અહીંયા કનુ કળસરીયા અપક્ષ ઉમેદવારી કરી કોંગ્રેસને ત્રીજા નંબરે ધકેલી હતી અને બીજા નંબરે રહી 39,401 મત મેળવ્યા હતા. તળાજા બેઠક 2012માં ભાજપ પાસે હતી અને 2017માં કોંગ્રેસે આચકી લીધી હતી. તળાજામાં કોંગ્રેસના કનુ બારૈયા 1779 મતથી જીત્યા હતા. આ બેઠક પર કુલ 7 અપક્ષ ઉમેદવાર હતા. જેને લગભગ 4 હજાર આસપાસ વોટ થતાં હતા.

અપક્ષવાળા ઉમેદવારના ચૂંટણી પરિણામઆવી બીજી બેઠક 101 ગારીયધારની છે જેમાં ભાજપના કેશુ બારૈયા 6ઠ્ઠી વખત ચૂંટાયા પણ જીત માત્ર 1876 મતથી થઈ હતી. જે 2012માં 16 હજારની હતી. કેશુ બારૈયાની ઓછા માર્જિનથી જીત 2017માં થઈ ત્યારે અપક્ષ ઉમેદવાર 4 હતા. આ ઉમેદવારોને અંદાજે 3 હજાર જેવા મત મળ્યા હતા. આ બાદ 102 પાલીતાણા બેઠક જવા કોંગ્રેસ પાસેથી ભાજપે છીનવી અને 2017માં ભીખા બારૈયા ભાજપના 14 હજાર મતથી જીત્યા હતા. આ બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવાર અપક્ષ હતા. જેમાં 8 ઉમેદવારના મળીને અંદાજે 7500 જેટલા મત મળ્યા હતા. આમ કોંગ્રેસનું માર્જિન અગિયા ખૂબ ઓછું જોવા મળી શકતું હતું.

અપક્ષ મત કેવી રીતે ખેચીં જાય વધુમાં પીઢ પત્રકારે જણાવ્યું હતું કે, મહુવામાં કનુ કળસરીયા 2017ની ચૂંટણીમાં અપક્ષમાંથી લડ્યા હતા. બીજા ક્રમે રહીને કોંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલી હતી. કનુ કળસરીયા માત્ર 5 હજાર જેવી લીડથી હાર મેળવી હતી. અપક્ષ ઉમેદવાર હોવા છતાં લોક સંપર્કમાં રહેવાથી અને લોકોને ઉપયોગી થવાથી કોઈ ચિન્હ ન હોવા છતાં ઘણા બધા મત ખેંચી જાય છે. તેવી રીતે કેશુ બારૈયા ગારીયાધારમાં 1876 જેવી નજીવા માર્જિનથી જીત્યા હતા. જો આ મત કોઈ મોટા રાષ્ટ્રીય પક્ષને મળે તો હાર જીતનો ફરક પડી જાય છે. તેવી રીતે નાટોમાં ગત ચૂંટણીમાં 3400 જેવા મત ગયા હતા. તો આ મતો કેટલીક બેઠકના માર્જિનથી વધુ છે તો આવા મતો ઘણી વખત હાર જીત બદલી શકતા હોય છે.

અપક્ષ પાછળનું રાજકારણઅપક્ષ ઉમેદવારો રસાકસી વાળી અને હાર જીત માટે આજના સમયમાં વધારે થતું જોવા મળે છે. એક સમાજ કે એક વિસ્તારમાંથી આવતા અને એ વિસ્તાર કે એ સમાજના મતદારોમાં વધુપ્રભુત્વ ધરાવતા વ્યક્તિને મોટા પક્ષો ઘણી વખત ચૂંટણી લડાવતા હોય છે. તો ઘણી વખત સેટલમેન્ટમાં ફોર્મ પાછા ખેંચાવી હટાવતા હોઈ છે. પરંતુ જ્યાં વધુ અપક્ષ ઉમેદવાર હોય ત્યાં જીતનું માર્જિન જીતનાર વ્યક્તિનું ઓછું હોય છે. ભાગ્યે જ બનતું હોય છે કે અપક્ષ ઉમેદવાર જીત મેળવતો હોય પરંતુ મોટાભાગે મોટા પક્ષોના સમાજના મતદારોના બેઠક પ્રમાણેના મતોનું વિભાજન કરી એકબીજા ઉમેદવારો જીત માટે અપક્ષ ઉમેદવારી કરાવતા હોય છે. અપક્ષ ઉમેદવારને કોઈ નફો કે નુકશાન હોતું નથી.

ABOUT THE AUTHOR

...view details