ભાવનગરગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી2022ના (Gujarat Assembly elections 2022) પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ (Second phase voting complete) થયું છે. ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર વાત કરીએ રાજકારણની તો જીતુ વાઘાણી 2007માં પ્રથમ 37 વર્ષની વયે ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા. હાર બાદ તેમણે ફરી 2012માં હિંમત કરીને 53,892ની લીડ સાથે જીત પ્રાપ્ત કરી હતી. 2012માં કોંગ્રેસના ડો કાનાણી લડ્યા હતા. જ્યારે 2017માં કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ કોંગ્રેસના ઉમેદવાર હતા. જેમને જીતુ વાઘાણીએ હાર આપીને જીત મેળવી હતી. આજે તેઓ રાજ્યના શિક્ષણપ્રધાન છે. પરંતુ બેરોજગારી, મોંઘવારી અને સ્થાનિક કેટલા મુદ્દાઓ ભાજપને અસર કરે છે. તેમ જીતુ વાઘાણીને પણ અસરકર્તા છે.
જીતુ વાઘાણી જીતનું પુનરાવર્તન કરી શકશે? ભાવનગર પશ્ચિમમાં મતદાનની સ્થિતિ 2012ની સ્થિતિ અને મતની ટકાવારી - ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક 105 (Bhavnagar West Assembly Seat)ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો ભાજપે હાલના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને (Jitu Vaghani Seat)ટિકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે પટેલ સમાજના ઉમેદવાર જાહેર કર્યા હતાં. ડો મનસુખ કાનાણી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતાં. આ બેઠક પર પટેલ અથવા ક્ષત્રિય સમાજના (Assembly seat of Bhavnagar West )ઉમેદવારો જીત મેળવતા આવ્યા છે. 2012 પહેલા શક્તિસિંહ ગોહિલ ઉમેદવાર રહ્યાં હતાં. 2012માં મનસુખભાઇ કોંગ્રેસમાંથી ઉભા રહેતા 38,691 મત મળ્યા, જ્યારે ભાજપના જીતુ વાઘાણીને 92,584 મત મળ્યા હતા. આમ જીતુભાઇએ 53,893 મતોથી જીત મેળવી હતી. જિલ્લાનું મતદાન 2012માં 69.12 ટકા રહ્યું હતું.
ત્રિપાંખિયો જંગના ઉમેદવારભાવનગર પશ્ચિમ 105 વિધાનસભા મતવિસ્તારમાં ભાજપે પોતાના શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીને ફરી રીપીટ કર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ અહીંયા ભાજપમાંથી આવેલા રાજુભાઈ સોલંકીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે વરતેજ ગામના અને સામાજિક આગેવાન કે. કે ગોહિલને ટિકિટ આપી હતી. આ ત્રણેય નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ ગયો છે અને તેમનું ભાવિ ઈવીએમમાં કેદ (VIP Big Fight) થઈ ગયું છે.
ભાવનગરમાં પશ્ચિમ બેઠકમાં કેટલા છે મતદારો ભાવનગર જિલ્લામાં કુલ 57.81 ટકા મતદાન (Total polling in Bhavnagar district) થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 62.18 ટકા જ મતદાન હતું. એટલે કે અહીં 4.37 ટકા ઓછું મતદાન થયું હતું. ભાવનગર પશ્ચિમ 105 વિધાનસભા બેઠક ઉપર મતદારોની લેટેસ્ટ સંખ્યા (Number of voters in Bhavnagar West seat) પર નજર કરીએ તો 1,37,394 પુરુષ, 1,27,088 મહિલાઓ અને 26 થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા છે. જેમાંથી પુરુષ માટે મતદારો 86,867 પુરુષો, 73,402 મહિલાઓ અને 6 થર્ડ જેન્ડર લોકોએ મતદાન કર્યું છે. જે જોતા ટોટલ 1,60,275 લોકોએ મતદાન કર્યું છે. ભાવનગર પશ્ચિમ 105 વિધાનસભા બેઠક પર ટોટલ મતદાનની ટકાવારી 60.59 ટકા છે. જયારે આ વખતે 1 લાખ લોકોએ મતદાન જ કર્યું નથી.
અત્યાર સુધીની ચૂંટણીના પરિણામગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં, ભાવનગર પશ્ચિમ મતવિસ્તારમાં વિધાનસભા બેઠક માટે 10 ઉમેદવારો હતા. ભાવનગર પશ્ચિમ ભારતીય જનતા પાર્ટીએ જીતેલી 99 બેઠકોમાંથી એક હતી. ભારતીય જનતા પાર્ટીના જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગોહિલ દિલીપસિંહ અજીતસિંહને 27,185 મતોની સરસાઈથી હરાવીને ચૂંટણી જીતી હતી. કુલ મતોના 94.6 ટકા ટોચના બે ઉમેદવારોને પડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીને કુલ 83,701 મત મળ્યા, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગોહિલ દિલીપસિંહ અજીતસિંહને 56,516 મત મળ્યા. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ધરમશીભાઇ રામજીભાઇ ધાપા 3,501 મતો મેળવી ત્રીજા ક્રમે રહ્યા. ટોચના ત્રણ પક્ષોએ અનુક્રમે 56.5 ટકા, 38.1 ટકા અને 2.4 ટકા મેળવ્યા હતા. છેલ્લી વખત શું થયું હતું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં, ભારતીય જનતા પાર્ટીના જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મનસુખભાઈ રૈયાભાઈ કાનાણીને 53,893 મતોથી હરાવ્યા હતા.
જ્ઞાતિવાદનું સમીકરણ ભાવનગર જિલ્લાની દરેક બેઠકમાં કોળી સમાજના મતદારો (Voters of the Koli community) બમણા છે. પશ્ચિમ બેઠકની વાત કરીએ તો 62 હજાર કોળી સમાજના અંદાજે મતદારો છે જેનું વિભાજન હવે રાજુભાઇ સોલંકી આપમાં જવાથી થશે. ત્યારે ક્ષત્રિય સમાજે જાહેર કરી દીધું છે કે તેઓ પોતાના સમાજના ઉમેદવાર સાથે રહેશે. એટલે 30 થી 35 હજાર ક્ષત્રિય સમાજના કોંગ્રેસ સાથે સીધા ગયા છે. આમ ભાજપને જે ગત ચૂંટણીમાં કોળી સમાજનું અને ક્ષત્રિય સમાજનો ટેકો હતો, તેમાં ભંગાણ થયું છે. આથી હવે અન્ય જ્ઞાતિઓ જેમકે 22 હજાર દલિતો, લઘુમતી સમાજના 22 હજાર અને અન્ય નનાઈ ઇત્તર જ્ઞાતિઓ જેવી કે 40 હજાર છે. તેમને સાથે રાખવાનો દરેક ઉમેદવારનો સમય આવશે. ભાજપ સાથે કોળી સમાજના કેટલાક મતદારો અને પટેલ સમાજના 30થી 35 હજાર મતદારના આધારે અને અન્ય ઇત્તર નાની મોટી જ્ઞાતિના આધારે ચૂંટણી લડવી પડશે.
ખરાખરીના જંગ પાછળના કારણો ભાવનગર પશ્ચિમ 105 વિધાનસભામાં ખરાખરીના જંગ પાછળ કારણો સમજવા પડશે. ભાવનગરમાં ભાજપ ગત ચૂંટણીમાં રાજુભાઇ સોલંકી જે એક વીર માંધાતા કોળી સમાજનું સંગઠન ચલાવી રહ્યા છે. તેને સાથે લેવામાં સફળ રહ્યું હતું. ત્યારે આ વર્ષની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજુભાઇ સોલંકીને સાથે લીધા છે. જેથી કોળી સમાજનું એક મોટું સંગઠન આપ સાથે જતું રહ્યું છે. રાજુ સોલંકી પણ કોળી સમાજના મોટા નેતા છે તો કોંગ્રેસના કે કે ગોહિલનું પણ સમાજમાં પ્રભુત્વ છે. જેથી ક્ષત્રિય સમાજના મતોનું પણ વિભાજન થશે. આમ ત્રીપાંખિયા જંગમાં લડાઈ જામશે.
બેઠકની ખાસિયતભાવનગર શહેરની 105 વિધાનસભા બેઠક(Bhavnagar West Assembly Seat) પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012થી 105 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ ભાજપ તરફ રહ્યો છે. ભાજપ 2012થી સત્તામાં મતદારોના કારણે આવ્યું છે. જો કે કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું ભાજપ તરફ રહ્યું છે. જ્યારે પટેલ સમાજના પણ મતોનું વિભાજન કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે.