સરકારી શાળામાં અભ્યાસ કરેલા સામ પિત્રોડા હોય, કે ભાવનગરના ગિજુભાઈ કે માનભાઈ ભટ્ટ. શિક્ષણ આપવાની પદ્ધતિ હંમેશા બાળકના વિકાસમાં ઉપયોગી બને છે. ભાવનગરની શાળાઓ હવે ખાનગી શાળાને ટક્કર મારી રહી છે. શિક્ષકના બાળકો હવે સરકારી શાળામાં અભ્યાસ કરવા લાગ્યાં છે.
ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ ગુજરાતમાં ધીરે ધીરે શિક્ષણમાં અગ્રેસર બનતી જાય છે. શિક્ષણની પદ્ધતિ બાળકોના વિકાસમાં અહમ હોઈ છે, ત્યારે સરકારના જ્ઞાનકુંજ પ્રોજકતને પગલે 55 શાળા પૈકી 36 શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ નીચે સ્માર્ટ કલાસ ફાળવવામાં આવ્યા છે.
મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી ખાનગી શાળાના વિદ્યાર્થી સરકારીમાં પ્રવેશ મેળવ્યો શિક્ષણ સમિતિ ગત વર્ષે ગુજરાતમાં ચોથા ક્રમ પર હતી. હવે ત્રીજા ક્રમ પર આવવા પ્રયત્ન કરી રહી છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી 5 જેટલા આશરે શિક્ષકોએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં બેસાડ્યા છે. જે સમિતિ માટે ગૌરવ સમાન છે. આમ જોઈએ તો આજદિન સુધી સરકારી શાળાની છાપ નિમ્ન ગણવામાં આવતી હતી. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન અહીંયા ક્યાંક રંગ લાવ્યા છે. સ્માર્ટ કલાસમાં હવે શિક્ષકોને અભ્યાસ કરાવવામાં અનુકૂળતા વધી ગઈ છે. સ્માર્ટ બોર્ડને પગલે ગણિતની આકૃતિ હોય, કે વિજ્ઞાનના પ્રયોગો વીડિયો દ્વારા સહેલાઈથી શિક્ષકો સમજાવી રહ્યા છે.
સરકારી શાળાઓ ખાનગી શાળાને આપી રહી છે ટક્કર શિક્ષકોનું કહેવું છે કે, ખાનગી શાળાના સંચાલકો તેમની પાસે સંખ્યા કરી આપવા વિનંતી કરી રહ્યા છે. જે બતાવે છે કે, સરકારનો પ્રૉજક્ટ સફળ છે. સરકારી શાળાના શિક્ષકો પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. તેવા પાંચ કિસ્સાથી શિક્ષણ સમિતિ ગર્વ અનુભવે છે, તો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અહીંયા સ્માર્ટ કલાસ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટને પગલે અભ્યાસ કરવાની મજા આવી રહી છે. ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં સહેલાઈથી સમજાઈ રહ્યું છે.
મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી ભાવનગરની સરકારી શાળાઓ બે ત્રણ વર્ષ પહેલાં સી ગ્રેડથી પણ નીચે જતા હોહાપો મચી ગયો હતો, પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ અને વધેલા વ્યાપથી સરકારી શાળામાં પ્રવેશમાં હાઉસફુલની સ્થિતિ છે. મતલબ સરકાર અને સ્થાનિક સંચાલન સફળ નીવડ્યું છે.
ખાનગી શાળાના વિદ્યાર્થી સરકારીમાં પ્રવેશ મેળવ્યો