ગુજરાત

gujarat

By

Published : May 21, 2022, 2:19 PM IST

ETV Bharat / state

ભાવનગરમાં GIDC માંથી વારંવાર પકડાતું સરકારી અનાજ : તંત્ર સામે સવાલ

ભાવનગરના ચિત્રા GIDC માંથી લોટ(Bhavnagar Chitra GIDC )બનાવતી ફેક્ટરી પાસેથી ફરી એક સરકારી અનાજનો જથ્થો ભરીને નીકળેલો ટ્રક મળી આવ્યો છે. આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party)આ ટ્રકની બાતમી મળી હોવાનું જણાવીને ગરીબોનું અનાજ પગ કરી જતો હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે સવાલ ઉભો કર્યો છે.

ભાવનગરમાં GIDC માંથી વારંવાર પકડાતું સરકારી અનાજ : તંત્ર સામે સવાલ
ભાવનગરમાં GIDC માંથી વારંવાર પકડાતું સરકારી અનાજ : તંત્ર સામે સવાલ

ભાવનગર:શહેરના ચિત્રા GIDCમાંથી સરકારી અનાજના ભરેલા ટ્રકો ભૂતકાળમાં પણ (Government food grains seized)ઝડપાયેલા છે. એટલું નહિ એકથી બે વખત GIDCમાં આવેલી(Bhavnagar Chitra GIDC ) અનાજમાંથી લોટ બનાવતી ફેક્ટરીમાંથી પણ સરકારી અનાજ ઝડપાયેલ છે ત્યારે એ જ ફેક્ટરી પાસેથી વહેલી સવારમાં ચોખાનો ભરેલો ટ્રક જે સરકારી અનાજ હતું તેની સાથે મળી આવ્યો છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party)પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેમના લોકોને મળેલી બાતમીના આધારે તે લોકો વોચમાં હતા તે દરમિયાન સવારમાં લોટની ફેક્ટરી પાસે બિનવારસી હાલતમાં સરકારી અનાજનો ભરેલો ટ્રક મળી આવ્યો છે. આથી તંત્ર અને અન્યની મિલીભગતથી આ ગરીબોનું અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

સરકારી અનાજ

આ પણ વાંચોઃપોરબંદરમાં પ્લાસ્ટિકના ડબ્બા સામે સરકારી અનાજ વેચી નાખતા ગ્રાહકો સામે કાર્યવાહીની માંગ

તંત્રના ગોળ ગોળ જવાબમાં થશે કાર્યવાહી -ચોખા ભરેલો ટ્રક ઝડપાતા પુરવઠા અધિકારી સહિત ભૂતકાળમાં પણ આવી ઘટનામાં આવતી પુરવઠાની ટીમ આજે પણ રાબેતા મુજબ આવી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. હાલના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી હિતેશ ઝણકાટ જણાવ્યું હતું કે હાલ સરકારી ચોખા ભરેલો ટ્રક જીઆઇડીસીમાં મળી આવ્યો છે. આ ટ્રક રસ્તા ઉપર હોય કોઈની ખાનગી મિલકતમાં નહીં હોવાથી તપાસનો વિષય છે.

આ પણ વાંચોઃઆણંદમાં સરકારી અનાજ સગેવગે કરાતા પહેલા ગામનાં યુવાનોએ સમગ્ર કૌભાંડ ખુલ્લું પાડ્યું

ચોખા કેટલા જથ્થામાં છે તેની પણ તપાસ બાકી -હાલમાં આ ટ્રક FCIમાંથી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે અને વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી અનાજના ગોડાઉનમાં થી આ ટ્રક નીકળ્યો હોય અથવા તો પહોંચવાનો હોય ત્યારે ચિત્રા GIDCમાં કેવી ટ્રક પહોંચ્યો તેના માટેની પણ પૂછપરછ અને તપાસ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી થઈ શકે છે. હજુ ટ્રકમાં પ્રથમ ઉપર ચોખા દેખાય છે નીચે શુ છે ખ્યાલ નથી.આ સિવાય ચોખા કેટલા જથ્થામાં છે તેની પણ તપાસ બાકી છે.

ABOUT THE AUTHOR

...view details