ગુજરાત

gujarat

ETV Bharat / state

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ માસ CL પાડતા સરકારી કચેરીઓ ખાલીખમ - Bhavnagar corporation

ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચો સરકારની ભાગલા પાડો અને (Bhavnagar government employee)રાજ કરોની નીતિ સામે રોષ પ્રગટ કર્યો છે. જેની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે. ખાસ કારણ તો એ છે કે, સરકારી કચેરીઓ ખાલીખમ જોવા મળતા આ મુદ્દે અનેક વાતો થઈ રહી છે.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ માસ CL પાડતા સરકારી કચેરીઓ ખાલીખમ
રાષ્ટ્રીય સંયુક્ત મોરચાએ માસ CL પાડતા સરકારી કચેરીઓ ખાલીખમ

By

Published : Sep 17, 2022, 7:35 PM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચો (Bhavnagar pension issue) સરકારની ભાગલા પાડો અને રાજ (Bhavnagar government employee) કરોની નીતિ સામે રોષ પ્રગટ કર્યો છે. વર્ષ 2005 પછીના કર્મચારીઓ ભાવનગરમાં માસ CL ઉપર રહેતા ભાવનગર શહેરની અનેક એવી સરકારી કચેરીઓ ખાલી જોવા મળી હતી. ગુજરાતમાં 27 જિલ્લાઓ આ મુદ્દાઓ સાથે સહમત થયા હતા. આગામી દિવસોમાં પણ રચનાત્મક કાર્યક્રમો આપશે એવું રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચો એ જણાવ્યું છે.

સતત વિરોધ યથાવતઃ સમગ્ર ગુજરાતમાં ગઈકાલે કર્મચારીઓની કેટલીક માંગણી સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો હોય એવું લાગી રહ્યું હતું. પણ કર્મચારીઓના પ્રાણસમા પ્રશ્નો નહીં ઉકેલાતા કર્મચારીઓ વિરોધ કરવા માટે ઊતર્યા હતા. સરકારેભાગલા પાડો અને રાજ કરીની નીતિ અપનાવતા 2005 પછીના દરેક કર્મચારીઓ માસ CL પર યથાવત રહ્યા હતા. ભાવનગરે આ અંગે પહેલ કરતા સમગ્ર ગુજરાતના કર્મચારી જોડાયા હતા. જેના કારણે ભાવનગરની દરેક સરકારી કચેરીઓ ખાલી પડી હતી. કર્મચારીઓના પ્રશ્નોમાં 2005 બાળના કર્મચારીઓની પેંશન યોજના નહીં સ્વીકારતા ભાગલા કર્મચારી સંગઠનોમાં પડી ગયા હતા.

પેન્શનનો પ્રશ્નઃ ભાવનગર રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચાએ ભાવનગરમાં પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. કર્મચારીઓએ સરકારે મુખ્ય પ્રાણ પ્રશ્ન નહિ સ્વીકારતા તેમનો રોષ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય શિક્ષક સંઘના પ્રમુખ મહેશ મોરીએ જણાવ્યું હતું કે સરકારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કરી છે પરંતુ અમે અમારો વિરોધ યથાવત રાખશુ અને પેંશન યોજના અમારો પ્રાણપ્રશ્ન હોવાથી જ્યાં સુધી નહિ ઉકેલાય ત્યાં સુધી રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details