- ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો ચેરમેન વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો
- ચેરિટી કમિશનર કચેરીએ આવ્યા સાધુ સંતો
- આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આપી માહિતી
ગઢડા/ભાવનગર: ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટમાં ચેરમેનનો વિવાદ હવે ભાવનગર સુધી પહોંચ્યો છે. દેવપક્ષ અને આચાર્ય પક્ષના બંને સાધુ સંતો ભાવનગર ચેરિટી કમિશનર કચેરીએ દોડી આવ્યા હતા. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ જણાવ્યું કે, જે મિટિંગમાં આચાર્ય પક્ષના ચેરમેન આવ્યા છે, એ મિટિંગ પર સ્ટે લેવા દેવપક્ષના લોકો આવ્યા છે.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો ચેરમેન વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો બન્ને પક્ષો વચ્ચે ચાલી રહ્યો છે ચેરમેન વિવાદ
ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો ચેરમેન વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો છે. જેને લઈને ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલી ચેરિટી કમિશનરની કચેરીમાં ગોપીનાથજી મંદિરના દેવપક્ષ અને આચાર્ય પક્ષના સાધુ સંતો દોડી આવ્યા હતા. બંને પક્ષના સાધુ સંતો ટ્રસ્ટના ચાલી રહેલા વિવાદને પગલે કમિશનર કચેરીએ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો ચેરમેન વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આપી માહિતી
ગઢડામાં ચેરિટી કમિશનર કચેરીના નિયમ 6/12/2020ના થયેલી મિટિંગમાં દેવપક્ષના સભ્યો હાજર રહ્યા નહોતા. આચાર્ય પક્ષના સભ્યો હાજર હોવાથી નિયમ પ્રમાણે ઠરાવ કરીને આચાર્ય પક્ષના રમેશ ભગતને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરી ચેરમેનને હટાવવા દેવપક્ષના લોકો મથામણ કરી રહ્યા છે. માટે તેઓ અહીં આવ્યા છે એવું કહેનારા કે, રમેશભગત ચેરમેન નથી એ ગત મિટિંગમાં સ્ટે લેવા ચેરિટી કમિશનર ભાવનગર આવ્યા હોવાનું આચાર્ય પક્ષના એસપી સ્વામીએ જણાવ્યું હતું. સાથે જે રીતે પોલીસે રમેશ ભગત સાથે વ્યવહાર કર્યો છે તેની પણ રજૂઆત કરવામાં આવી છે. જો કે આચાર્ય પક્ષના એસપી સ્વામીએ તેઓ પોતે અંગત કામે આવ્યા હોવાનું જણાવ્યું છે જ્યારે દેવપક્ષમાંથી કોઈએ વાત કરી ન હતી.
ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો ચેરમેન વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો