ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોઘા રો રો ફેરી દિવાળીમાં ફૂલ તો કંપની સુવિધા વધારવા બીજા જહાજની ખરીદીની તલાશમાં - ઈન્ડિગો શી કમ્પની

ભાવનગર ઘોઘા(Bhavnagar Ghogha) દરિયાકાંઠે 2012માં રો રો ફેરીનું ખાતામુહૂર્ત (Account of the Ro Ro Ferry)કર્યા બાદ એક દસકા થવા આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)નો ડ્રિમ પ્રોજેકટ સફળતા તરફ જઈ રહ્યો છે.દિવાળીમાં કોઈ વિવાદ વગર રો રો દિવાળીમાં એડવાન્સ બુકીંગમાં ચાલી રહી છે.સુરતથી આવનારા લોકોની સંખ્યા હોવાથી બુકીંગ ફૂલ છે એડવાન્સ બુકીંગ ચાલી રહ્યું છે ત્યારે કંપની બીજું જહાજ ખરીદી મુકવાની તૈયારીમાં છે.

ઘોઘા રો રો ફેરી દિવાળીમાં ફૂલ તો કંપની સુવિધા વધારવા બીજા જહાજની ખરીદીની તલાશમાં
ઘોઘા રો રો ફેરી દિવાળીમાં ફૂલ તો કંપની સુવિધા વધારવા બીજા જહાજની ખરીદીની તલાશમાં

By

Published : Nov 11, 2021, 5:44 PM IST

  • ભાવનગર ઘોઘા રો રો ફેરી સર્વિસ દિવાળી પહેલાથી બુકીંગ ફૂલ હોવાથી સફળ
  • ઈન્ડિગો શી કમ્પની દ્વારા નવા જહાજ ખરીદીની મથામણઃ સૂત્રો
  • ટુંક સમયમાં નવું જહાજ પણ ઘોઘા હજીરા વચ્ચે શરૂ કરી શકે છે

ભાવનગરઃઘોઘા દરિયાકાંઠે 2012માં રો રો ફેરીનું ખાતામુહૂર્ત કર્યા બાદ એક દસકા થવા આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ( Narendra Modi's dream project)સફળતા તરફ જઈ રહ્યો છે. દિવાળીમાં કોઈ વિવાદ વગર રો રો દિવાળીમાં એડવાન્સ બુકીંગમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્ડિગો શી કમ્પની(Indigo Shi Company) બીજું જહાજ પણ શરૂ કરવાની વિચારણામાં છે એટલે હાલ ખરીદી માટે કંપની મુંબઈ (Company Mumbai)તરફ તલાશ કરી રહી છે.

કેન્દ્ર સરકારના હાથમાં સંચાલન ગયા બાદ વિકાસ તરફ વધી

ભાવનગરના ઘોઘાની રો રો ફેરી(Ghoghani Ro Ro Ferry of Bhavnagar) સર્વિસ દિવસે દિવસે કેન્દ્ર સરકારના (Central Government)હાથમાં સંચાલન ગયા બાદ વિકાસ તરફ વધી રહી છે. દિવાળીમાં સુરતથી આવનારા લોકોની સંખ્યા હોવાથી બુકીંગ ફૂલ છે એડવાન્સ બુકીંગ ચાલી રહ્યું છે ત્યારે કંપની બીજું જહાજ ખરીદી મુકવાની તૈયારીમાં છે.

રો રો ફેરી હજીરા દિવાળી પર ફુલે ફૂલ લોકોની મુસાફરી

ભાવનગર ઘોઘા રો રો ફેરી સર્વિસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ દિવસે દિવસે સફળતા તરફ આગેકુચ કરી રહ્યો છે. રાજ્ય સરકારના હાથમાંથી સંચાલન ગયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા થતા સંચાલનમાં રો રો ફેરીનો બોહોળો લાભ દિવાળીમાં સૌરાષ્ટ્રમાં રહેતા લોકો સુરતથી આવતા હોય છે. ટ્રક,કાર અને બાઇક સાથે રો રો ફેરી દિવાળી પહેલાની હાઉસફુલ છે.એડવાન્સ બુકીંગમાં હાલ ફેરી ચાલી રહી છે જો કે આંકડાકીય માહિતી મેળવવાની કોશિશ કરતા કંપનીના સીઈઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ડ્રિમ પ્રોજેકટમાં વધુ એક સુવિધા રૂપે નવું બીજું જહાજની શકયતા

ઘોઘા રો રો ફેરી સર્વિસમાં સેવા વધારવા માટે પ્રયાસો થઈ રહ્યા હતા. ત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઈન્ડિગો શી કમ્પની દ્વારા હાલમાં મુંબઈમાં નવા શિપ માટે ખરીદી કરવા સીઈઓ સહિતના કંપનીના લોકો પોહચ્યા છે. નવા જહાજની ખરીદી કરીને પ્રથમ ઘોઘા હજુર વચ્ચે શરૂ કરવામાં આવશે. હજીરા વચ્ચે નવું વધુ એક જહાજ આવવાથી વેઇટિંગમાં રહેતા લોકોને વેઇટિંગમાં નહિ રહેવું પડે અને રો રો ફેરીનો લાભ સમયસર મળી રહેશે. જો કે હાલ ખરીદી થઈ નથી પરંતુ ટુક સમયમાંમાં કંપની બીજા જહાજની ખરીદી કરીને સેવા વધારશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃસુરતના વીરપુર મંદિરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે ધરાવાયો 56 ભોગ, વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

આ પણ વાંચોઃવિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પહેલી પસંદ GTU ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી

ABOUT THE AUTHOR

...view details