ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganpati Mahotsav 2023: દૂધમાં વિસર્જીત થતાં ચોકલેટ ગણપતિ બની રહ્યા છે હોટફેવરિટ, ભાવનગરના ઈનોવેટિવ ચોકલેટ ગણેશજી

ગુજરાતમાં શરૂ થઈ ગયો છે ગણેશ મહોત્સવ. ગણપતિ વિદ્યાના દેવ ગણાય છે. ગણેશોત્સવ દરમિયાન અનેક કલાકારો પોતાની કલા અવનવા ગણપતિ બનાવવામાં વાપરતા હોય છે. જેમાં માટી અને પીઓપીથી તૈયાર કરવામાં આવતા ગણેશજીની અનેક થીમ પ્રચલિત છે. આ શ્રેણીમાં ભાવનગરના એક મહિલાએ ચોકલેટના ગણપતિ તૈયાર કર્યા છે. વાંચો ચોકલેટના ગણપતિ બનાવવા પાછળો કોન્સેપ્ટ વિશે વિગતવાર

ભાવનગરના ચોકલેટ ગણપતિ થઈ રહ્યા છે હોટ ફેવરિટ
ભાવનગરના ચોકલેટ ગણપતિ થઈ રહ્યા છે હોટ ફેવરિટ

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:49 PM IST

Ganpati Mahotsav 2023

ભાવનગરઃ ગણેશ મહોત્સવનું મહાત્મ્ય ગુજરાતમાં દિન પ્રતિદિન વધતું જાય છે. ગણેશજીની અવનવી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. કલાકારો પોતાની કલાના ઉપયોગથી એવા અનોખા અને ઈનોવેટિવ ગણપતિનું વિસર્જન કરે છે કે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. આ કલાકારોમાં ભાવનગરના એક મહિલા કલાકારનો સમાવેશ કરવો જ રહ્યો. આ મહિલાએ માટી કે પીઓપીમાંથી નહિ પરંતુ ચોકલેટમાંથી ગણપતિજી તૈયાર કર્યા છે. આ મહિલાનો કોન્સેપ્ટ બહુ ઈનોવેટિવ અને દૂરંદેશી છે.

ઈનોવેટિવ કોન્સેપ્ટઃ ચોકલેટમાંથી બનતા ગણપતિ પાછળ બહુ ઈનોવેટિવ કોન્સેપ્ટ રહેલો છે. આ ગણપતિનું વિસર્જન દૂધમાં કરવાનું હોય છે. જેના પરિણામે ગણેશજીના નિર્માણમાં વપરાયેલી ચોકલેટ દૂધમાં ઓગળી જાય છે અને તૈયાર થાય છે હેલ્ધી મિલ્ક. ચોકલેટ ગણપતિ વિસર્જન થયેલા હોય તે દૂધને ગરીબ બાળકોમાં વહેંચી દેવાથી પૂણ્ય પણ મળે છે અને ગરીબ બાળકોને પોષણ પણ મળી રહે છે. આ હેલ્ધી મિલ્કને પ્રસાદ તરીકે હાજર ભક્તોમાં પણ વહેંચી શકાય છે.

એટ્રેક્ટિવ છે ચોકલેટ ગણપતિઃ આ કોન્સેપ્ટને આધારે ગણેશજીની બે પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. જેમાં એક પ્રતિમા કાળી અને બીજી પ્રતિમા શ્વેત હોય છે. આમ બ્લેક એન્ડ વ્હાઈટ ચોકલેટ ગણપતિ બાળકોમાં બહુ ફેવરિટ બની રહ્યા છે. આ બંને પ્રતિમાની આસપાસ ચોકલેટમાંથી તૈયાર કરાયેલા નાના લાડુને ગોઠવીને ચોકલેટ ગણપતિની શોભામાં અભિવૃદ્ધિ કરી શકાય છે.

આપણે ઘણા સમયથી પીઓપીના બનેલા ગણપતિ જોયા છે. આ ગણપતિના વિસર્જનના બાદ પાણી પગમાં આવતું હોય છે. જે ભગવાનનું અપમાન છે. તેથી મને વિચાર આવ્યો કે ચોકલેટના ગણપતિ બનાવીએ અને બાદમાં તેને દૂધમાં ઓગાળીને વિસર્જન કરી દેવામાં આવે અને તેને પ્રસાદી રૂપે બાળકોને વહેંચી દઈએ તો ઉત્તમ રહેશે. આ કોન્સેપ્ટ પરથી મેં ચોકલેટના ગણપતિ બનાવ્યા છે...ભાવિશાબેન પંજાબી(ચોકલેટ ગણપતિ મેકર, ભાવનગર)

દૂધમાં વિસર્જન કરવાનો ફાયદોઃ ચોકલેટ ગણપતિનું વિસર્જન દૂધમાં કરવાનું હોય છે. સામાન્ય રીતે માટી અને પીઓપીમાંથી બનાવવામાં આવતા ગણપતિનું વિસર્જન પાણીમાં કરાયા બાદ આ પાણી ભક્તોના પગમાં આવતું હોય છે. જેના પરિણામે ગણપતિ દાદાનું અપમાન થતું જોવા મળે છે. ચોકલેટ ગણપતિનું વિસર્જન મોટા પાત્રમાં રાખેલા દૂધમાં કરવામાં આવે છે. એકવાર ચોકલેટ ગણપતિનું વિસર્જન થઈ જાય ત્યાર બાદ આ દૂધને પ્રસાદ તરીકે વહેંચી દેવામાં આવે છે. આ દૂધનું દાન પણ કરી શકાય છે. તેથી વિસર્જીત થયેલા ગણપતિનું કોઈ રીતે અપમાન થતું નથી.

અમારા મિત્રએ ચોકલેટના ગણપતિ બનાવ્યા છે. મને ખૂબ જ આનંદ થયો. આજના સમયમાં સૌથી મોટો પ્રશ્ન પીઓપીના ગણપતિનો વિસર્જન કરવા સમયે આવે છે. ચોકલેટના ગણપતિનો નવો આઈડિયા છે. જેનું વિસર્જન દૂધમાં કરીને બાદમાં હેલ્ધી મિલ્ક તરીકે ગરીબ બાળકોને પણ વિતરણ કરી શકાય છે... રીનાબેન શાહ(સામાજિક કાર્યકર, ભાવનગર)

  1. Jamnagar Modak Competition : જામનગરમાં મોદક સ્પર્ધા, 14 મોદક ખાઈ સ્પર્ધા જીતી આ વ્યક્તિએ
  2. Ganesh Chaturthi 2023 : ડાયમંડ સિટી સુરતના સૌથી ધનાઢ્ય ગણેશ, 25 કિલો ચાંદી અને સોના સહિત હીરાના આભૂષણના છે માલિક

ABOUT THE AUTHOR

...view details