ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરની મીની તાજમહલ સમાન ગંગાદેરીની હાલત દયનિય

ભાવનગર શહેેરની ગંગાદેરીને તાજમહલની સમાન માનવામાં આવે છે. ભાવનગર શહેરનો મીની તાજમહલ ગંગાદેરીની દશા અને ઇતિહાસ ચોકાવનારો છે. પરંતુ ગંગાદેરી રક્ષિત સ્મારકની યાદીમાં હોવા છતાં હાલત દયનિય છે.. Gangaderi in Bhavnagar city is similar to Taj Mahal, The situation in Gangaderi is pathetic,taj mahal of bhavnagr,

ભાવનગરની મીની તાજમહલ સમાન ગંગાદેરીની હાલત દયનીય
ભાવનગરની મીની તાજમહલ સમાન ગંગાદેરીની હાલત દયનીયharat

By

Published : Sep 2, 2022, 3:24 PM IST

ભાવનગર- ગંગાદેરીને શહેરની શાન ગણવામા આવે છે, પરંતુ ગંગાદેરીની પ્રાથમિક પરિસ્થિતિ દયનિય છે.( The situation in Gangaderi is pathetic) ગંગાદેરી એ મોગલો અને રાજપૂત શૈલીનું સમન્વય છે, જેમાં મહારાણી સાહીબાની યાદ મહારાજા તખ્તસિંહજીને અપાવતી હતી. ( tajmahal of bhavnagar)

આ પણ વાંચો-જૂનાગઢના 74મા મુક્તિ દિવસ નિમિત્તે બહાઉદ્દીન કોલેજમાં સ્મારક શીલાનું કરાયું પૂજન

ગંગાદેરીની હાલત દયનીય- ભાવનગર શહેરની ગંગાદેરીની હાલત વર્તમાનમાં ખંડેર સમાન છે. સરકારે રક્ષિત સ્મારકની શ્રેણીમાં જરૂર ગંગાદેરીને મૂકી છે. પરંતુ ગંગાદેરીમાં સમગ્ર રાજ્ય અને દેશને સ્વચ્છતાના પાઠ ભણાવતી અને વિકાસની વાતું કરતી ભાજપની સરકારમાં જવાબદાર સરકારી કચેરીઓ અહીંયા સ્વચ્છતા જાળવી શક્તિ નથી. ગંગાદેરીમાં ગંગા માતાજીની મૂર્તિ છે પરંતુ તેની આસપાસ કચરો જોવા મળે છે, અને દેરીના આરસો પણ ઉખડવા લાગ્યા છે. તેની સાથે સાથે ગંગાદેરીની બહારના ભાગની જાળીઓ પણ તૂટી ગઈ છે

આ પણ વાંચો-World Lion Day 2022: ભેરાઈ ગામમાં આવેલું વિશ્વનું પ્રથમ સિંહ સ્મૃતિ મંદિર, મંદિરના દર્શન કરીને લોકો આપે છે શ્રદ્ધાંજલિ

મુૃુગલો અને રાજપૂત શૈલીનુ મિશ્રણ -મહારાજા તખ્તસિંહજીના પત્ની સ્વ માજીરાજબા પુત્ર ભાવસિંહજીને જન્મ આપીને અવસાન પામ્યા હતા. આથી મહારાજા તખ્તસિંહજીએ મહારાણી સાહિબાની યાદમાં આરસની ગંગાદેરીની સ્થાપના કરી હતી.મુગલો અને રાજપૂત શૈલીના મિશ્રણથી ગંગાદેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સિદી સૈયદની જાળીની કલાકૃતિ ગંગાદેરીમાં પણ જોવા મળે છે

આ પણ વાંચો-સ્મૃતિવનના ઉદ્ઘાટન સમયે પાટીલે ગુમાવ્યું સંતુલન, પટેલ આવ્યા મદદેપૂત શૈલીના મિશ્રણથી ગંગાદેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સિદી સૈયદની જાળીની કલાકૃતિ ગંગાદેરીમાં પણ જોવા મળે છે

16 વર્ષની મહેનત- કાઠિયાવાડ કલા સંસ્કૃતિ અને સંસ્કારી નગરી છે. મુગલો અને રાજપૂત શૈલીને એક ઇમારતમાં કોતરવાનું કામ કાઠિયાવાડના કલાકારોએ કર્યું હતું. ઇ.સ 1877 માં ગંગાદેરી ગંગાજળિયા તળાવની પાળેથી તળાવમાં મધ્યે તરફ બનાવવાની શરૂઆત થઈ અને 16 વર્ષની મહેનતે આ તૈયાર થઈ હતી. 1877 માં પ્રારંભ કરીને કારીગરોએ 1893માં પૂર્ણ કરી હતી. આમ રાણીની યાદમાં તાજમહલની જેમ ભાવનગર મહારાજાએ પણ આરસનો મીની તાજમહલ બનાવ્યો હતો. ભાવનગરવાસીઓને આજે અફસો આજે થાય છે કે ગંગાદેરીને તંત્રની બેદરકારીની નીતિ કોતરી કોતરીને ખાઈ રહી છે અને સ્થાનિક તંત્ર કાગળિયા લખીને સરકારના નિંદ્રાધીન જવાબદાર તંત્રને જાણ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details