માનદ વેતન પર જીવન જીવતા હોમગાર્ડ જવાનોએ આપ્યું ફંડ - હોમગાર્ડ જવાનોએ આપ્યું ફંડ
ભાવનગરમાં માનદ વેતનથી જીવતા હોમગાર્ડ જવાનોએ કોરોના મહામારીના સમયમાં ફંડ ફાળવ્યું હતું.જેમાં 3 લાખથી વધુની રકમ કલેકટરના હસ્તે સરકારના ફંડમાં જમા કરાવી હતી.
![માનદ વેતન પર જીવન જીવતા હોમગાર્ડ જવાનોએ આપ્યું ફંડ હોમગાર્ડ જવાનોએ આપ્યું ફંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7589328-588-7589328-1591965498444.jpg)
ભાવનગર:સમગ્ર રાજ્યમાં પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા અને પોલીસ જવાનો જેવી સેવાની ગરજ સારતા 45 હજારથી અધિક હોમગાર્ડ જવાનોની સેવા કાબિલે તારીફ છે.
માનદ વેતનથી આજીવિકા ચલાવતા ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ- 1151 જેટલા હોમગાર્ડ જવાનો પોતાનો તથા તેના પરિવારનો જીવ જોખમમાં મુકી માનદ વેતન સાથે ફરજ બજાવી રહ્યા છે.
હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીથી ગ્રસ્ત છે અને આ એક વૈશ્વિક સમસ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યો અને તમામ અધિકારીઓ દ્વારા આ મહામારી સામે લડવા સ્વૈચ્છિક ફાળાનું રૂપિયા 3,45,280 યથાશક્તિ યોગદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યું હતું.