સમગ્ર બાબત સમાચાર માધ્યમો દ્વારા ઉજાગર પણ થઇ હતી. જેનો પોલીસે પદૉફાશ કર્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે ૮ કિલો લીલા ગાંજાના છોડ સહિત રૂપિયા ૪૧ હજારનો મુદ્દામાલ ઝડપ્યો હતો. ભાવનગર શહેરથી નજીકના અંતરે આવેલ સોડવદ્રા ગામની સીમમાં એક વાડીમાં ગેરકાયદે વાવેતર કરેલ ગાંજાના ઉભા વાવેતર સાથે વાડી માલિકની SOG પોલીસની ટીમે નાર્કોટીક એકટ હેઠળ ધડપકડ કરી રૂપિયા ૪૧ હજારની કિંમતનો પ્રતિબંધિત ગાંજો ઝપ્ત કર્યો હતો.
સોડવદ્રા ગામેથી ગાંજાના ૩૩ છોડ સાથે એક શખ્સની ધરપકડ - Sodavadra village under the guise of vegetable plantation
ભાવનગરઃ શહેર જિલ્લામાં છાને ખૂણે પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેંચાણ તથા ગાંજા જેવા માદક પદાર્થોનું ઉત્પાદન પણ થઈ રહ્યું હતું. જેમાં કેટલાક કિસ્સાઓમા આવા કાળા કારોબારની બાતમી કાયદા તંત્રને થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર બાબત સમાચાર માધ્યમો દ્વારા ઉજાગર થઇ હતી. આવા જ એક બે નંબરી ધંધાનો પોલીસે પદૉફાશ કર્યો હતો.
જે અંગે પોલીસે આપેલી માહિતી અનુસાર ભાવનગર શહેરથી નજીકના અંતરે વરતેજ તાબા હેઠળનું સોડવદ્રા ગામ આવેલું છે. જયાં એક શખ્સે પોતાની વાડીમાં શાકભાજીના વાવેતરની આડમાં ગાંજો ઉગાડ્યો હોવાની માહિતી ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસને મળતાં પોલીસે વાડીમાં દરોડો પાડી શાકભાજી વચ્ચે વાવેતર કરેલ ગાંજાના 33 છોડ જેનું વજન ૮ કિલો અને કિંમત રૂપિયા ૪૧,૭૬૦ કબ્જે કરી આ ગાંજાનું વાવેતર કરનાર તથા વાડી માલિક અરવિંદ ઉર્ફે નારણભાઇ ચૌહાણની નાર્કોટિક્સ એકટ હેઠળ ધડપકડ કરી આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.