ભાવનગરઃ માલવાહક વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. એક તરફ શહેરની કરિયાણા સહિતની દુકાનો ખુલ્લી હોઈ પણ સામાન ખાલી હોવાથી માલવાહક વાહનને છૂટ બાદ ચિજો મળવાની આશા સેવાઇ રહી છે. જો કે, ઉત્પાદનો બંધ હોવાથી કેટલો જથ્થો આવશે કે, પછી કાળા બજારી થશે તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.
માલવાહક વાહનોની અવરજવરની છૂટ, ચિજવસ્તુઓ મળવાની લોકોને આશા
માલવાહક વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. એક તરફ શહેરની કરિયાણા સહિતની દુકાનો ખુલ્લી હોય છે. પરંતુ સામાન ખાલી હોવાથી માલવાહક વાહનને છૂટ બાદ ચિઝો મળવાની આશા સેવાઇ રહી છે.
ભાવનગરમાં લોકડાઉનના આઠમા દિવસે કોરોનાના પગલે શહેર અને જિલ્લામાં કરિયાણાની દુકાનોમાં ચીજ વસ્તુઓ ખાલી થવા લાગી છે, તો ક્યાંક કાળાબજારી પણ છાના ખૂણે થઈ રહી છે. જીવન જરૂરિયાતની ચિજોના પગલે સરકાર દ્વારા માલવાહક વાહનોને છૂટ આપવામાં આવતા લોકોને ચિંતા હળવી બની છે. લોકોને આશા છે કે, માલસામાન આવશે અને એક બે દિવસમાં પુનઃ ચિજો પ્રાપ્ત થશે.
ભાવનગરમાં સવારથી ટ્રક અને નાના વાહનો રસ્તા પર જોવા મળી રહ્યા છે. માલવાહક વાહનો હવે રસ્તા પર આવતા ચિજોની ઘટ દૂર થવાની આશા લોકોમાં જાગી છે.
ભાવનગરમાં આવતા માલવાહક વાહનો સ્પષ્ટ કરે છે કે, હવે ખાલી થયેલી ચિજો શહેર સુધી પહોંચશે, પરંતુ ડિલરો પાસે જથ્થો હશે તેટલો ઉપલબ્ધ થશે. કારણ કે, ઉદ્યોગો બંધ હોઈ નવું ઉત્પાદન શક્ય નથી એવી સ્થિતિમાં સરકરે વાહનોને છૂટ તો આપી છે પણ જીવન જરૂરિયાત જથ્થો કેટલો છે અને લોકોને કેટલો મળશે તેના પર પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. જો કે, લોકડાઉન પૂર્ણ થાય ત્યાં સુધી પછાત વર્ગના BPL, LPLના ધારકોને જથ્થો ઉપલબ્ધ સરકાર કરી રહી છે.