ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર બાદ ગ્રામ્ય કક્ષાએ ફોર્મ ઉપડવાની શરૂઆતથી જ ચૂંટણીનો માહોલ જામ્યો - election news

ભાવનગર શહેરમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ પક્ષો ઉમેદવાર માટે મેદાનમાં ઉતરી ગયા છે. બંને મોટા પક્ષો પ્રદેશ કક્ષા સુધી યાદી લઈને પહોંચ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, હજુ કોઈ યાદી જાહેર ગ્રામ્ય કક્ષાએ થઈ નથી. ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવતા ચૂંટણીનું આવનાર પરિણામ રસાકસી ભર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Bhavnagar
Bhavnagar

By

Published : Feb 9, 2021, 10:14 AM IST

  • ભાવનગરમાં શહેર બાદ ગ્રામ્યમાં જામ્યો ચૂંટણીનો માહોલ
  • જિલ્લામાં ત્રીજો પક્ષ આવતા હાર અને સરસાઈનો ડર
  • ભાવનગર ગ્રામ્યની નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ઉપડ્યા

ભાવનગર: મહાનગરપાલિકા બાદ હવે જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત માટે જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ફોર્મ ઉપડવાની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગર જિલ્લા પંચાયત સાથે મહુવા અને વલ્લભીપુર નગરપાલિકાના ફોર્મ ઉપડ્યા છે

ભાવનગર જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકામાં ફોર્મ ઉપડ્યા

ભાવનગર શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. રાજકીય પક્ષો ઉમેદવારો માટે તડાપીટ કરવામાં લાગી ગયા છે. ભાવનગર ગ્રામ્યની નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ઉપડ્યા છે. નગરપાલિકાની વાત કરીએ તો, વલભીપુર નગરપાલિકામાં 6 વોર્ડમાં 16 બેઠક માટે 19 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે મહુવા નગરપાલિકામાં 36 બેઠક માટે 98 ફોર્મ ઉપડ્યા છે

જિલ્લામાં ત્રીજો પક્ષ આવતા હાર અને સરસાઈનો ડર

ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટી હવે જિલ્લામાં પણ ઝંપલાવા જઇ રહી છે. આમ આદમી પાર્ટીએ વલભીપુરમાં તૈયારીઓ કરી લીધી છે તો જિલ્લા પંચાયત માટે પણ કમરકસી છે. આમ આદમી પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાના જણાવ્યા પ્રમાણે, પોલીસને ચોપડે નામ ન નોંધાયેલ ઉમેદવાર શોધવામાં સમય લાગવાને કારણે દરેક બેઠક પર ઉમેદવાર શોધવો મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં સારા ઉમેદવાર મળતા દરેક બેઠક પર ભાજપ-કોંગ્રેસના બદલામાં ત્રીજો વિકલ્પ બનશું તેવી આશા વ્યક્ત કરી છે.

ABOUT THE AUTHOR

...view details