ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના પૂર્વ ધારાસભ્ય કંસારા મામલે કોર્ટમાં જતા રાજકારણ ગરમાયું - Kansara purification

ભાવનગરના પૂર્વ વિધાનસભાના એક સમયના ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી કંસારા શુદ્ધિકરણ મામલે કોર્ટમાં GPCB સામે ગંભીર આક્ષેપ કરતા ભાવનગરની 22 વર્ષથી કંસારાનો વિકાસને બદલે રાજકારણ મુદ્દો બનાવતી ભાજપ ફસાઈ ગઈ છે. વિપક્ષે ભાજપનો આંતરિક વિખવાદ અને ભાજપની માત્ર વાતો કરવાની નીતિ સામે આવી હોવાનું જણાવ્યું છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Jan 26, 2020, 3:19 AM IST

ભાવનગરઃ શહેરમાં આવેલ કંસારા મામલે ફરી રાજકારણ ગરમાયું છે, આમ તો દરેક ચૂટણીમાં ભાજપ દ્વારા કંસારા શુદ્ધિકરણની વાત લાવવામાં આવે છે પરંતુ કામ થતું નથી ત્યારે હવે કંસારા મામલે ભાજપના જ પૂર્વ ગૃહપર્ધાન અને ભાવનગરના પૂર્વ ધારસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા મામલે કોર્ટના દ્વાર ખખડાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે, ત્યારે જોઈએ કે શું છે આ કંસારા પ્રોજેક્ટ અને શા માટે પૂર્વ ગૃહપ્રધાનએ આ બાબતે સરકાર સામે નારાજગી દર્શાવી છે.

ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદીએ કંસારા શુદ્ધિકરણ મામલે કોર્ટમાં જતા રાજકારણ ગરમાયુ

ભાવનગર શહેરને રાજવીની ભેટ સમાન કંસારા નદી જે શહેરના કળિયાબીડના દુખીશ્યામ બાપા આશ્રમથી શરૂ થઈ અને સુભાષનાગર ખાર વિસ્તાર સુધી વિસ્તરેલ છે. કંસારા નદીને સમયાંતરે નાળામાં તબદીલ થઈ ગઈ છે, આમ તો બોરતળાવના વેસ્ટવીયરના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી આ વ્યવસ્થા જાળવણીના અભાવે ગંદા પાણીના નિકાલ, ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલનો સ્ત્રોત બની જતાં હાલ શહેર ચીરીને નિકળતાં કંસારા નાળાનો પ્રશ્ન શાસકોની સાથોસાથ આસપાસ રહેતાં ત્રણ લાખ રહેવાસીઓ માટે પણ માથાનો દુખાવો બન્યો છે. દરેક ચુંટણીમાં કંસારા શુદ્ધિકરણ મામલે મત માગી અને ભાજપ સ્થાનિક સ્વરાજ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી જીતતા આવ્યાં છે. જો કે આજ સુધી કંસારાનુ શુદ્ધિકરણ કરવામાં આવ્યું નથી.

જો કે આ મામલે ભજપમાં જ પૂર્વ ગૃહ પ્રધાન અને ભાવનગરના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી એ જીપીસીબી ના રિજોનલ ઓફિસર સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને તેમાં જણાવ્યુંછે કે ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેઓએ 25 લાખ જેવી રકમ દર વર્ષે ફાળવી હતી તે રકમ ક્યાં ગઈ, જો કે થોડા દિવસો પહેલા જ કંસારા શુદ્ધિકરણ માટે સરકાર દ્વારા ૪૧ કરોડ જેવી માતબર રકમ ફાળવી છે અને તે બાબતે મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે, જો કે જાહેરાત બાદ તુરત થોડા જ દિવસોમાં પૂર્વ ગૃહ પ્રધાન મહેન્દ્રભાઈ ત્રિવેદીએ આ બાબતે કોર્ટના દ્વારા ખખડાવતા બન્ને વચ્ચે નો ગજગ્રાહ બહાર આવ્યો હોય તેમ લોકમુખે ચાચી રહ્યું છે, આ બાબતે વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે કંસારા ની ગ્રાન્ટ જે તે સમયે ઉડી ગઈ છે, શાસક નેતાઓનો અધિકારીઓ પર કોઈ પકડ નથી ત્યારે શાસકના જ નેતા કોર્ટમાં ગયા છે અને આ બાબતે તપાસ નહિ પરંતુ વિજીલન્સ તપાસની અમો માંગ કરીએ શીયે.

આ બાબતે મેયરે જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમના સમયમાં ૨૫ લાખ ફાળવ્યા હતા તે ડ્રેનેજ લાઈન માટે ફાળવવામાં આવ્યા હતા અને જે ડ્રેનેજ લાઈન હાલમાં કાર્યરત છે અને આમ છતાં તે સમયમાં કોઈ ખોટું થયું હશે તો જવાબદાર અધિકારીઓ સામે કાયવાહી કરવામાં આવશે,તેમને જણાવ્યું હતું કે સરકાર દ્વારા રૂપિયા ૪૧ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટમાં બોરતળાવ વેસ્ટવિઅરથી આનંદનગર સુધીનો ૮.૨૦ કી.મી.ની લંબાઈ ધરાવતો પ્રોજેક્ટ બનશે જેમાં ૧૨ જેટલા ચેકડેમ બનાવવામાં આવશે.કંસારા નાળાના શુદ્ધિકરણની સાથે-સાથે તેનું સજીવીકરણ તેમજ નવીનીકરણ પણ કરવામાં આવશે.

જો કે ભાજપના જ એક પછી એક પદાધિકારીઓ અને નેતાઓ હવે સરકાર સામે બાંયો ચડાવી, હજુ થોડા દિવસો પહેલા ભાજપના ડે. મેયરે અને ભાજપના ચાર નગરસેવકોએ જુદાજુદા મુદ્દે તંત્રને લેખિત રજૂઆત બાદ હવે પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા કોર્ટમાં જતા મામલો ગરમાયો છે.

ABOUT THE AUTHOR

...view details