ભાવનગર: ગુજરાત વન રક્ષક ભરતીમાં પેપર ફૂટ્યું હોવાના થયેલા વિવાદ બાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદના પગલે ભાવનગર LCB અને (Bhavnagar LCB )પાલીતાણા પોલીસે તપાસ (Palitana Police)આદરતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે પોલીસે આ મામલામાં પેપર ફૂટ્યું નહિ હોવાનું પરંતુ કોપી કેસ હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું છે.
પેપર લીક મામલે LCB અને પાલીતાણા પોલીસની તપાસ -ગુજરાતમાં ગત 27/3/2022 ના રોજ લેવાનાર વન રક્ષક પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર યુવરાજ સિંહે કર્યો હતો. ભાવનગરના પાલીતાણામાં આવેલ(Vanrakshak Recruitment Exams 2022)એકેડેમીમાંથી પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર LCB અને પાલીતાણા પોલીસે તપાસ આદરી હતી. જેમાં પાલીતાણાના ભદ્રાવળના રહેવાસી અને પાલીતાણા યુવા એકેડેમીના સંચાલક મહેશ રવજી ચુડાસમાને પૂછપરછ કરતા તેના મિત્ર વરતેજવાળા સામાજિક કાર્યકર નિલેશ મકવાણાને મોબાઈલમાં પેપર મોકલ્યા હતા તેના કેટલાક જવાબ શોધીને યુવા એકેડેમીના ગ્રુપમાં મોકલવામાં આવ્યા હતા. નિલેશ મકવાણાએ પુછપરછમાં જણાવ્યું હતું કે તેમને પેપર વનરક્ષકના પેપર જ્ઞાનગુરુ સેકન્ડરી શાળામાં પરીક્ષા આપી રહેલા જુના પાદરગઢ તળાજા તાલુકાના રહેવાસી હરદેવસિંહ પરમારને મોકલ્યું હતું. પેપર મોકલ્યું ત્યારે હરદેવસિંહ ચાલું પરીક્ષાએ પેપર આપી રહ્યા હતા.