ત્યારે આ ટ્રાવેલ્સમાં મુંબઈથી ભારતીય બનાવટનો દારી ભરીને ભાવનગર આવવાનો છે. આ દારૂનો જથ્થો ટ્રાવેલ્સના ડ્રાઈવરની ડીકીમાં હોવાની શક્યતા છે. આ બાતમીના આધારે આજે વહેલી સવારે નિરમા ચોકડી પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન આ ખાનગી ટ્રાવેલ્સ નિરમા ચોકડી પર આવતા તેને કોર્ડન બસને રોકીને તેની ડીકીમાંથી અલગ-અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ-અલગ બ્રાન્ડ નામની બોટલ મળી આવી હતી. જેમાં બોટલ નંગ-173 કી.રૂ.1.34 લાખ મોબાઇલ નંગ-4 કિ.રૂ. 11 હજાર તથા બસની કિ.રૂ. 15 લાખ ગણીને કુલ કિ.રૂ.16.45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.
ભાવનગરમાં ખાનગી ટ્રાવેલ્સમાંથી પકડાયો વિદેશી દારૂ
ભાવનગર: શહેર LCB પોલીસ દ્વારા નિરમા ચોકડી પરથી ખાનગી ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. મળેલી માહિતી પ્રમાણે ભાવનગર LCBની ટીમ નિરમા ચોકડી પાસે વોચમાં હતી. તે દરમિયાન ભયપાલસિંહ ચુડાસસાને મળેલી બાતમી પ્રમાણે મુંબઈ-ભાવનગર ચાલતી ખાનગી ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના દારૂની હેરાફેરી થઈ રહી છે.
ભાવનગરની નિરમા ચોકડી પરથી ખાનગી ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
આ સાથે જ ચેતનસિંહ ચુડાસમા, ક્લીનર મુકેશ ઉર્ફે મુન્નો ભાયાભાઇ ચુડાસમા તેમજ ડ્રાઈવર પરાક્રમસિંહ ચુડાસમાની અટકાયત કરવામાં આવી છે. આ તમામ વિરૂદ્ધ પ્રોહીબિશન કલમ ૬૫ એ ઈ ૮૧, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમજ આ ગુન્હો વેળાવદર પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવ્યો છે.