ગુજરાત

gujarat

ETV Bharat / state

મેરેજમાં જમ્યા બાદ 200 લોકોને ફૂડ પોઈઝન, મોટાભાગના બાળકોને માઠી અસર

ભાવનગરમાં આવેલા પાલીતાણામાં (Food poisoning Palitana) ઘેટી રિંગરોડ પર પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ બનાવ બન્યો હતો.જેમાં બાળકો સહિત 200ને અસર થઇ હોવાનું સામે આવ્યું છે. તમામ પાલીતાણાના માનસિંહજી હોસ્પિટલ (Mansinhji Hospital Palitana) સારવાર (Food poisoning in Palitana) લઇ રહ્યા છે.

પાલીતાણામાં ફૂડ પોઇઝનિંગનો બનાવ, માનસિંહજી હોસ્પિટલ ઉભરાઈ ગઇ
પાલીતાણામાં ફૂડ પોઇઝનિંગનો બનાવ, માનસિંહજી હોસ્પિટલ ઉભરાઈ ગઇ

By

Published : Jan 2, 2023, 11:51 AM IST

પાલીતાણામાં ફૂડ પોઇઝનિંગનો બનાવ, માનસિંહજી હોસ્પિટલ ઉભરાઈ ગઇ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં (Food poisoning Palitana) ગત રાત્રે પ્રસંગમાં જમણવારમાં બીરિયાની આરોગ્યા બાદ 200 લોકોને ગુડ પોઇઝનિંગનીઅસર થઈ હતી. જેમાં 50 ટકા બાળકો હોવાનું સામે આવ્યું છે. પાલીતાણા ઘેટી રિંગરોડ પર પ્રસંગમાં બનાવ બન્યો હતો. રાત્રે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ કડકડતી ઠંડીમાં ઉભરાઈ ગઇ હતી.

અઢળક લોકોને ફૂડ પોઇઝનિંગભાવનગરના જૈન તીર્થનગરી પાલીતાણામાં(Food poisoning in Palitana) ગત મોડી રાયરે સામૂહિક પ્રસંગમાં ભોજનલેતા અઢળક લોકોને ફૂડ પોઇઝનિંગની (Food poisoning Palitana) અસર થઈ હતી. 50 % નાના બાળકોનો પણ સમાવેશ થતા શહેરમાં કડકડતી ઠંડીમાં દોડધામ વધી ગઈ હતી.

ક્યાં બન્યો બનાવભાવનગરના જૈનતીર્થ નગરી પાલીતાણામાં એક લગ્ન પ્રસંગમાં આવેલા લોકોને ફૂડ પોઇઝનિંગની (Food poisoning Palitana) અસર થઈ હતી. જેમાંથી 150 થી 200 લોકોને અસર થતા માનસીહજી હોસ્પિટલમાં(Mansinhji Hospital Palitana) ખસેડવામાં આવ્યા હતા. જો કે પાલીતાણાના ઝાહિદભાઈ મકવાણા નામના વ્યક્તિના ઘરે પ્રસંગ હતો. ત્યારે રાત્રિના સમયે ઘેટી રિંગરોડ રહેમાન દાદાની વાડીમાં લગ્ન પ્રસંગનો જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં 1300 જેટલા લોકો જમણવારમાં આવ્યા હતા. જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થવા પામી હતી.

આ પણ વાંચો Food poisoning in Navsari : ખરસાડ ગામે વાસ્તુમાં ભોજન બાદ 57ને ફૂડ પોઇઝનિંગની અસર

એક ભોજન કારણજમણવારમાં રાખેલા મેનુમાં એક ભોજનના કારણે પાલીતાણામાં ગત રાત્રે ફૂડ પોઇઝનિંગ (Food poisoning Palitana) થતા 150 થી 200 લોકો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તેમાં 50 ટકા બાળકોનો સમાવેશ થાય છે. એક વર્ષથી લઈને ચાર વર્ષ સુધીના નાના નાના બાળકો પણ ઝપેટમાં આવી ગયા હતા. જો કે આ જમણવારમાં ભોજનના મેનુની જાણકારી સુત્રોમાંથી મળ્યા મુજબ આ પ્રમાણે હતી. જેમાં બિરયાની અને છાશ ગુડલકની તેમજ ચિકન કુરકુરે, સફરજન હલવો, ચાઈનીઝ રોલ (નુડલ્સ) અને પાણીના કેરબા હતા. પરંતુ અસર થયેલા હોસ્પિટલ આવતા લોકોમાંથી બિરયાની આરોગ્ય બાદ થયું હોવાનું જાણવા મળતું હતું.

લોકોને સામાન્ય અસર સૂત્રોથી જાણવા મળ્યા મુજબ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઈ હતી. જ્યારે અન્ય લોકોને માનસસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કોઈને ખાનગીમાં તો કોઈ ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં લોકોની ભીડજો કે ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓએ પોતાની સેવા અદા કરી હતી. હોસ્પિટલમાં આવેલા દર્દીઓમાં પાલીતાણાના પરિમલ,નવાગઢ અને 50 વારિયા વિસ્તારના લોકો હોવાનું સામે આવ્યું હતું. જો કે મોડી રાત સુધી પાલીતાણામાં લઈને હોસ્પિટલમાં (Food poisoning incident in Palitana) લોકોની ભીડ જામી હતી. પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ ગંભીર દર્દી હોવાનું સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details