- વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઇ વડાપ્રધાન સૌરાષ્ટ્રની મુલાકાતે
- જિલ્લામાં 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા
- 140થી વધુ રસ્તાઓ બંધ થયા, જેમાંથી 100 ખોલી પણ નાખવામાં આવ્યા
ભાવનગર : સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાને પગલે થયેલા નુકશાનને લઈને દેશના વડાપ્રધાન પોતાના વતન ગુજરાતમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને એરપોર્ટ પર તંત્રનો કાફલો એલર્ટ થઈ ગયો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોવિડ મેનેજમેન્ટ પર કરશે ચર્ચા, રાજ્યો-જિલ્લાના અધિકારીઓ સાથે કરશે વાતચીત
વાવાઝોડામાં 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયાજિલ્લામાં ગઈકાલે મંગળવારે વાવાઝોડા તૌકતેએ માચાવેલા આંતકમાં 5 હજારથી વધુ વૃક્ષો શહેર અને જિલ્લામાં તો 1,500 આસપાસ વિજપોલ ધરાશાયી થયા છે. 140થી વધુ રસ્તાઓ બંધ થયા છે. જેમાં 100 જેટલા માર્ગ ખોલી પણ નખાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, ઉના વેરાવળ જેવા પંથકનું હવાઈ નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ કોવિડ 19ની સ્થિતિ અંગે ચાર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી ચર્ચા
વડાપ્રધાન 10:30થી 11:30 વચ્ચે પહોંચીને નિરીક્ષણ કરશે
પિતા-પુત્રીના મોત અને 10 જેટલા પશુના મોત જિલ્લામાં થયા છે. ત્યારે 120 km કરતા વધુ પવન સાથે વાવાઝોડાએ માચાવેલી તબાહીનું નિરક્ષણ દેશના વડાપ્રધાન ભાવનગર એરપોર્ટ 10:30થી 11:30 કલાક વચ્ચે પહોંચીને હેલિકોપટર મારફતે હવાઈ નિરીક્ષણ કરશે. જેથી ભાવનગર તંત્ર એરપોર્ટ પર ખડે પગે મોડી રાતથી થઈ ગયું છે.