ભાવનગરઃ જીલ્લાના પાલીતાણા વિસ્તારમાં આવેલા શેત્રુંજય ડુંગરાળ વિસ્તારમાં અચાનક આગ લાગી હતી. પર્વતીય વિસ્તારમાં આગે ધીમે ધીમે આગળ વધતાં અનેક સૂકા અને લીલા વિસ્તારને આગની ઝપેટમાં લીધા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગ્રામજનોને જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવા ઘટના સ્થળે પહોંચી આગ ને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. છતાં આગ ક્યા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી.
પાલીતાણાના શેત્રુંજય ડુંગર પર લાગી આગ - fire in pal;itana
ભાવનગર જીલ્લાના પાલીતાણા વિસ્તારમાં સ્થિત શેત્રુંજયના ડુંગરાળ જંગલ વિસ્તારમાં આગ લાગતાં સ્થાનિક ગ્રામજનો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા પરંતુ આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયુ નથી.
પાલીતાણા શેત્રુંજય ડુંગર પર લાગી આગ
આ અગાઉ થોડા દિવસ પહેલા પણ શેત્રુંજય ડુંગર વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.