ગુજરાત

gujarat

ETV Bharat / state

Fire in gas pipe in Bhavnagar: ભાવનગરના સરદારનગરમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીક થતા આગ લાગી

ભાવનગરમાં ગલીએ ગલીમાં ક્યારે ગરે લાઇન લીકેજ બને અને આગ ફાટી (Fire in gas pipe in Bhavnagar )નીકળે તે નિશ્ચિત નથી હોતું. શહેરના સરદારનગરમાં પણ ખોદકામમાં(Bhavnagar Municipal Corporation ) બેદરકારી દાખવતા ગેસ લાઇન તૂટી અને આજ દિન સુધીની ભયંકર આગની જ્વાળાઓ ગેસ લાઇન તૂટતા જોવા મળી હતી. રસ્તા પરના રાહદારીઓ રસ્તાઓ ફેરવી લીધા હતા તો હિતાચી ખોદકામનું મશીન પણ સળગી ગયું હતું.

By

Published : Jan 5, 2022, 4:46 PM IST

Fire in gas pipe in Bhavnagar: ભાવનગરના સરદારનગરમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીક થતા આગ લાગી
Fire in gas pipe in Bhavnagar: ભાવનગરના સરદારનગરમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીક થતા આગ લાગી

ભાવનગર: શહેરમાં ગુજરાત ગેસ દ્વારા ગલીએ ગલીમાં ગેસ લાઇન નાખવામાં (Fire in gas pipe in Bhavnagar )દીધી છે. પરંતુ અચાનક ચાલતા રસ્તા પર ક્યાં ગેસ લાઇન લીકેજ થાય અને આગ ફાટી નીકળે તેનું કાંઈ જ કહેવાય નહીં.ભાવનગરના સરદારનગરમાંફરી આવો એક બનાવ બન્યો હતો. જેમાં આગની મોટી મોટી જ્વાળાઓ લોકોને ડરાવતી હતી.

ખોદકામ કરતા ગેસ લાઇન લીકેજ

ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં મેઘાણી ઓડિટોરિયમ સામે મહાનગરપાલિકાના ચાલતા ખોદકામ દરમિયન ઘરેલુ ગેસ લાઇન તૂટી હતી અને અચાનક ગેસ નીકળતા અને સળગી ઉઠતા 15 ફૂટ જેવી જ્વાળાઓ (Gas pipe leak in Bhavnagar)રસ્તા પર જોવા મળી હતી. લોકોના ટોળા ઘટનાને જોવા ઉભા રહી ગયા હતા.ખોદકામ કરનાર હિટાચી મશીન ચાલક મશીનને છોડીને નાસી છૂટ્યો હતો. આગની ઝપેટમાં આ હિટાચી મશીન પણ આવી ગયું હતું.

ગેસ લાઇનમાં આગ

ગેસ લાઇન લીકેજ થતા ખોદકામ મશીનમાં આગ

ભાવનગર શહેરમાં વારંવાર ગેસ લાઇન લીકેજ અથવા તૂટવાના બનાવો બને છે. સરદારનગરની આ ઘટના કદાચ પ્રથમ એવી ઘટના હશે જેમાં સૌથી મોટી જ્વાળા અને ઊંચી જ્વાળાઓ જોવા મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ખોદકામ ડ્રેનેજ લાઇન માટે થતું હતું. અમે ડ્રેનેજ અધિકારી (Bhavnagar Municipal Corporation )અને કમિશનરનો ફોનથી સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઈ શક્યો નોહતો. જોનકે સવાલ એક જ છે રસ્તા પરના રાહદારીઓને કોઈ પણ ગલીમાં ચાલતા કે વાહન લઈને નીકળતા ક્યાં જમીન નીચેથી લાઇન તૂટી પડે અને અગ્નિ થાય તેનો ડર જરૂર ઉભો થયો છે. જો કે હાલમાં ખોદકામથી ઘટના ઘટી છે.પરંતુ સુરક્ષા માટે આખરે શુ ?

આ પણ વાંચોઃSAC અને NFSU વચ્ચે શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે સમજૂતી કરાર થયા
આ પણ વાંચોઃOmicron Working As Natural Vaccine: ઓમિક્રોનનુ હળવું સંક્રમણ એ એક પ્રકારની પ્રાકૃતિક વેક્સિન છે, જાણો કેમ..

ABOUT THE AUTHOR

...view details