ભાવનગર શહેરથી ૨૫ કિમી દૂર આવેલા નવા માઢીયા ગામ નજીક આવેલી ઓલવીન કેમિકલ ફેક્ટરીમાં બપોરના ચાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાની જાણ ફેક્ટરીના માલિક રફીક ગડેરા દ્વારા ભાવનગર ફાયર બ્રિગેડને કરાતા ફાયર સ્ટાફે તત્કાલ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી.
ભાવનગરના માઢીયા પાસે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ - chemical factory
ભાવનગર: શહેર નજીક આવેલા નવા માઢીયા પાસે કેમિકલ ફેક્ટરીમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ફેકટરીમાં રહેલા કેમિકલ અને લાકડાના જથ્થામાં આગ લાગતા ફેક્ટરીમાં દોડધામ મચી ગઈ હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર સ્ટાફે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ પ્લાસ્ટિકમાં ભરેલા કેમિકલ અને લાકડાના જથ્થાને લીધે આગ વિકરાળ બની હતી. જેને લીધે ફાયર બ્રિગેડની એક ગાડી અને અન્ય 4 પ્રાઇવેટ ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ કરી ફાયર બ્રિગેડ સ્ટાફે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર સ્ટાફના જણાવ્યા અનુસાર, આ આગની ઘટનામાં કોઈ જાનહાની પહોંચી નથી. તેમજ આગનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.