- મહુવામાં કોલેજ વિસ્તારમાં ચાલુ કારમાં લાગી આગ
- આ દુર્ઘટનામાં કાર બળીને ખાખ
- કોઈ મોટી જાનહાની નહીં
મહુવાઃ સવારે મહુવાના કોલેજ રોડ ઉપર એક ચાલુ મારુતિ કારમાં અચાનક જ આગ લાગી હતી. જોકે, સવારના સમયે ઓછી ભીડ હોય અને અવર જવર ઓછી હોવાથી મોટી જાનહાની ટાળી હતી.
કારમાં લાગી આગ
ચાલતી ગાડી દરમિયાન ગેસ કારમાં આગ ભભૂકી હતી. મારુતિ ગાડી ગેસવાળી હોવાથી અચાનક આગ ફાટી નીકળતા આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી દોડ ધામ મચી હતી. આ ગાડીમાં કોઈ પ્રકારનો માલ ભરેલ હોય આગ લાગતા ગાડીમાંથી ધડાકા થયા અને કારમાં આગ ભભૂકી હતી. આ ઘટનાથી આજુબાજુના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે ચાલકની સુજ બૂજથી મોટી જાન હની ટળી હતી.