- ભાવનગરમાં મંદિરોમાં Etv Bharatનું રિયાલીટી ચેક
- મંદિરોમાં માસ્ક વગર આવતા ભક્તો સામે કાર્યવાહી
- દર્શન આર્થિઓને કોરોનાના ગાઇડલાઇનનું પાલન કરવા આદેશ
ભાવનગરઃ શહેરમાં આવેલા મંદિરોમાં ભક્તોની ભીડ ઓછી જોવા મળે છે પણ ભક્તો માસ્ક વગર જરૂર દેખાઈ રહ્યા છે, ત્યારે Etv Bharat દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સનો કોઇ પ્રશ્ન નથી પરંતુ માસ્ક વગર દર્શને આવતા ભક્તો ચિંતા જરૂર ઉભી કરે છે. તો મંદિર સંચાલકો પણ ભક્તોને કોરોનાના ગાઇડલાઇનનું પાલન કરવા જણાવી રહ્યા છે.
આપણ વાંચોઃ ETV Bharat નું ભુજના આશાપુરા મંદિર ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન અંગેનું રિયાલિટી ચેક
વધતા કોરોના કેસ વચ્ચે મંદિરમાં ગાઈડલાઈનનું પાલન કેવું
ભાવનગર શહેરમાં વધતા કોરોના કેસ વચ્ચે મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેવું થાય છે, જેની Etv Bharat દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવી છે. મંદિરોમાં આવતા ભક્તો ક્યારેક માસ્ક વગર તો ક્યારેક સોશિયલ ડિસ્ટનસનું ભાન ભૂલતા નજરે પડી રહ્યા છે પણ મંદિરના સંચાલકો દ્વારા કોરોના ગઇડલાઇનનું પાલન કરવા જણવાવામાં આવી રહ્યું છે. ત્યારે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે,ભક્તોને અમે વારંવાર કોરોના ગઇડલાઇનનું પાલન કરવા જણવી રહ્યા છીએ અને માસ્ક ન પહેરનારને સૂચન પણ કરી રહ્યા છીએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા અમારા તરફથી પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.