ભાવનગર : સિહોરના ગુંદાળા વિસ્તારમાંથી આશરે 55 વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી મહિલાના મૃતદેહને સિહોર હોસ્પિટલમાં ખસેડી પીએમ સહિતની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તેના વાલી વારસની શોધખોળ કરાઈ હતી.
સિહોરની મહિલા પોલીસકર્મીએ નિભાવી માનવતાની ફરજ - female police personnel completed the funeral of unknown dead body
સિહોરમાં ફરજ બજાવતા જાગૃતિબેન ગઢવીએ બિનવારસી લાશની અંતિમ વિધિ કરી આપ્યા અગ્નિ સંસ્કાર.

સિહોરની મહિલા પોલીસકર્મીએ નિભાવી માનવતાની ફરજ
પરંતુ અજાણી મૃતક મહિલાના મોડે સુધી કોઈ વાલી વારસ મળ્યા ન હતા. ત્યારે સિહોર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન ગઢવીએ માનવતા દાખવી અજાણી મહિલાના મૃતદેહને પોતે અગ્નિ સંસ્કાર આપશે તેવું જણાવ્યુ હતું. બાદમાં સિહોર હોસ્પિટલથી અંતિમયાત્રા કાઢીને સ્મશાનને લઈ જવાયા હતા. જ્યાં જાગૃતિબેન ગઢવીએ પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકોની હાજરીમાં અંતિમ વિધી પૂર્ણ કરી હતી.