ગુજરાત

gujarat

ETV Bharat / state

ખડસલીયાનો ખેડૂત 149 કિલો ગાંજા સાથે ઝડપાયો : બે પાક વચ્ચે કર્યું હતું વાવેતર - SOG Team of Bhavnagar Police

ભાવનગર જિલ્લાના ખડસલીયા ગામમાં ખેડૂતે અઢળક ગાંજાનું વાવેતર ( Growing Marijuana in Bhavnagar) કર્યુ હતું. જે પોલીસે બાતમીના આધારે ખેડૂતને અને વાવેલા ગાંજાને જપ્ત (farmer Growing Marijuana in Bhavnagar arrested ) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલમાં ભાગીદાર જણાતા તેને પકડવા પણ તજવીજ હાથ ધરી હતી. ખેતરમાં કપાસ અને બાજરીનું વાવેતર કરીને તેની વચ્ચેની ખાલી જગ્યામાં ગાંજાનુ વાવેતર કર્યું હતું.

ખડસલીયાનો ખેડૂત 149 કિલો ગાંજા સાથે ઝડપાયો : બે પાક વચ્ચે કર્યું હતું વાવેતર
ખડસલીયાનો ખેડૂત 149 કિલો ગાંજા સાથે ઝડપાયો : બે પાક વચ્ચે કર્યું હતું વાવેતર

By

Published : Oct 19, 2022, 4:23 PM IST

ભાવનગરજિલ્લાના ખડસલીયા ગામમાં રહેતા ભોળાભાઈએ પોતાના ખેતરમાં અઢળક ગાંજાનું વાવેતર (farmer Growing Marijuana in Bhavnagar arrested ) કર્યું હતું. પોલીસે બાતમીના આધારે ગાંજાઅને ખેડૂતને ઝડપી લીધો હતો. જ્યારે ભાગીદાર જણાતા તેને પકડવા પણ તજવીજ હાથ ધરી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં આવેલા ખડસલીયા ગામના ખેડૂત ભાગીદાર સાથે મળીને પોતાની વાડીમાં કપાસ અને બાજરી વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હતું. ભાવનગર પોલીસની SOG ટીમને (SOG Team of Bhavnagar Police) બાતમી મળતા આ ગાંજો અને ખેડૂતને ઝડપી (Marijuana seized in khadsaliya village Bhavanagar) પાડવામાં આવ્યા છે.

ખેતરમાં અઢળક ગાંજાનું વાવેતર કર્યું હતું.

કઈ જગ્યાએ ગાંજાનું હતું વાવેતરભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના ખડસલીયા ગામમાં (Khadsalia village of Ghogha in Bhavnagar) રહેતા ભોળાભાઈ ડાયાભાઈ ડાભી ઉંમર વર્ષ 35 જેને ભોળાવદર વાડી વિસ્તારમાં ચારણીયા સીમમાં પોતાનું ખેતર આવેલું છે. ખેતરમાં કપાસ અને બાજરીનું વાવેતર કરીને તેની વચ્ચેની ખાલી જગ્યામાં ગાંજાનુ વાવેતર કર્યું હતું. ભોળાભાઈ સાથે ભાગીદારીમાં સરતાનપર ગામના ભગત ગોવિંદ ચૌહાણ પણ જોડાયેલો હતો. જે બાતમીના આધારે SOG પોલીસે ભોળાભાઈને ગાંજા સાથે ઝડપી લીધો છે. જે બાદ ભગત ચૌહાણને પકડવાનો હજુ બાકી છે.

કેટલી કિંમતનો ગાંજો પકડાયો તો બીજા ખેડૂતો ચેતેખડસલીયા ગામનો ખેડૂત ભોળાભાઈ પોતાની વાડીમાં કપાસ અને બાજરી વચ્ચે 149 કિલો અને 566 ગ્રામ જેટલા ગાંજાનો વાવેતર કર્યું હતું. જેના છોડની સંખ્યા 145 થવા જાય છે. જ્યારે તેની કિંમત 7,48,330 પોલીસે નોંધી છે. SOG પોલીસ કોથળા ભરીને ગાંજાને અને ખેડૂતને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જોકે ભાવનગર પોલીસ અનેક વખત ગાંજો ઝડપી ચૂકી છે. ત્યારે સૌથી મોટું ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતને ઝડપીને અન્ય ખેડૂતોને ગાંજાના વાવેતરથી દૂર રહેવા જરૂર ટકોર કરી છે.

ABOUT THE AUTHOR

...view details