પાર્થિવ ગોહિલને સંગીત શીખવનાર ગુરૂ કોણ છે? ભાવનગર: ભાવનગરમાં કળા ખુબ ખીલી રહી છે. સંગુર ક્ષેત્રમાં કલાકારો આપવામાં પણ ભાવનગર પાછળ રહ્યું નથી. ETV BHARAT એ પાર્થિવના ગુરુની મુલાકાત કરી છે. ભાવનગરવાસીઓને પણ ખ્યાલ નહિ હોય કે પાર્થિવ ગોહિલના ગુરુ કોણ છે. પાર્થિવના ગુરુ એક મહિલા છે. ETV BHARATએ પાર્થિવના ગુરુ અને સંગીત, રાગ વગેરે વિશે માહિતી એકઠી કરી છે. જેમાં પાર્થિવ ગોહિલે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિડીયો મોકલીને બે શબ્દો કહ્યા હતા.
બાળપણથી મળવ્યું શિક્ષણ: ભાવનગર શહેરમાં પાર્થિવ ગોહિલે નાનપણથી સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. આજે ભારતના શ્રેષ્ઠ ગાયક કલાકારમાં તેનું સ્થાન છે. ભાવનગરના પારસી ગોહિલ જેને સંગીતનું શિક્ષણ નાનપણથી લીધું તે તેમના ગુરુ મહિલા કોણ તે સવાલ જરૂર તમને થશે. ભાવનગરના મહિલા કોલેજ સર્કલ નજીક આમ્રપાલી ફ્લેટમાં અપરણિત એવા દક્ષાબેન મહેતા છેલ્લા 35 વર્ષથી સંગીતનું શિક્ષણ વિવિધ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. ભાવનગરના પાર્થિવ ગોહિલે પણ દક્ષાબેન પાસેથી સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું.
35 વર્ષથી સંગીતનું શિક્ષણ વિવિધ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે. પાર્થિવ ગોહિલના ગુરુ કોણ છે?:દક્ષાબેન મહેતા હાલમાં 74 વર્ષના છે. દક્ષાબેને ભાવનગરની SNDT કોલેજમાં સંગીત પર ગ્રેઝ્યુએશન પૂર્ણ કરેલ છે. તેમના પ્રથમ ગુરુ SNDTના પ્રાધ્યાપક વિઠલદાસજી બપોદ્રા હતા. જેઓ SNDTમાં સંગીત વિભાગના પ્રાધ્યાપક હતા. બીજા ગુરુ લક્ષ્મીપતિ શુક્લ જેઓ પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય હતા. આમ દક્ષાબેનએ બે ગુરુઓ મારફત શિક્ષણ મેળવ્યું અને અમદાવાદની બૃહદ ગુજરાત અકાદમીમાં અલંકારનો કોર્ષ કર્યો હતો.
પાર્થિવ ગોહિલના ગુરુ દક્ષાબેનનો સંગીત ક્લાસ પાર્થિવમાં સંગીત માટે અનોખો પ્રેમ:ભાવનગરના દક્ષાબેન મહેતાના પિતા સેલ્સમેન હતા અને બે ભાઈઓ વચ્ચે એક બહેન છે. દક્ષાબેનના ઘરમાં સંગીતનું વાતાવરણ હતું. સંગીત ક્લાસમાં અંદાજે 1988/89માં પાર્થિવ ગોહિલે સંગીત શીખવાની શરૂઆત કરી હતી ત્યારે અંદાજે તે 6 કે 7માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. પાર્થિવ તો વધારાનો સમય માંગતો પરંતુ મારે ના કહેવી પડતી હતી. રસ હોય તેવા વિદ્યાર્થીઓને હું રાખું છું.
'દક્ષાબેન પાસે અનેક રાગો શીખ્યો છું. નવું ગીત રજૂ કરું ત્યારે દક્ષાબેનને ખાસ યાદ કરું છું. તેમની પાસેથી રાગ, હિમપલાસી, પુર્થાથનાસી, આસાવલી, લલિત, વૈરાગી અને ભૈરવ જેવા રાગ શીખવા મળ્યા છે. તેમના બે ગુરુ છે. નવા ગીત રજૂ કરતા તેમને યાદ કરીને વંદન કરું છું.' -પાર્થિવ ગોહિલ, પ્રખ્યાત ગાયક
દક્ષાબેનના શિષ્યો: દક્ષાબેન મહેતા છેલ્લા 30 વર્ષથી સંગીત શીખવી રહ્યા છે તેમની પાસે પાર્થિવ ગોહિલ જેવા વિધાર્થીઓ સંગીત બાળપણમાં શીખીને આગળ વધ્યા છે. અન્ય વિદ્યાર્થીઓમાં નીરવ પંડ્યા, દીપ્તિ દેસાઈ, સુરભી જેવા સ્થાનિક ગાયકકલાકારો છે. સંગીત શીખવા માટે રિયાઝ ખૂબ જ કરવું પડે છે.
'નાનપણથી સંગીત શીખવાનો શોખ હતો. 12 વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી. માત્ર વાદન શીખવાની ઈચ્છા હતી. દક્ષાબેનને મળતા તેમનવ કહ્યું સારા વાદક બનવા માટે પહેલા સારા ગાયક બનવું પડે. મારા માટે આ કઠિન સમય હતો કારણ કે મારે તો માત્ર વાદક બનવું હતું. છતાં પણ આગળ વધ્યો અધવચ્ચે થયું કે કારકિર્દી બનાવવાની છે ક્યાંક ઉલટી દિશામાં નથી જઇ રહ્યોને પણ કોશિશ કરી આગળ વધ્યો આજ વાદક સાથે ગાયક પણ છું. સૌરાષ્ટ્રમાં સિઝને ઓછા હોય છે જેને રાગ રાગિણીની ખબર હોય.' -નીરવ પંડ્યા, દક્ષાબેનના શિષ્ય
સંગીત શું છે?:ભારતીય સંસ્કૃતિમાં સંગીતની દુનિયા અલગ છે. આપણે પહેલા સંગીત વિશે જાણવું હોઈ તો સંગીત કેટલા પ્રકારના જાણવું જોઈએ. ચાલો તો પ્રથમ આવે છે લોકસંગીત જેમાંથી સર્જન પામ્યું શાસ્ત્રીય સંગીત,ત્યાર બાદ બીજા નમ્બર પર શાસ્ત્રીય સંગીત,ત્રીજું સુગમ સંગીત અને ચોથું ભાવ સંગીત આવે છે. આમ સંગીતના અલગ અલગ પ્રકારો અને તેમની અલગ આગવી વિશિષ્ટતા હોય છે.
રાગ એટલે શું?:સંગીત એટલે મનુષ્ય દ્વારા સ્વરપેટીમાંથી પોતાના કંઠને બહાર કાઢવાની અલગ અલગ પ્રકારની કળા છે. આ કળા વિકસાવવા સંગીત શીખવું પડે છે. ભારતીય સંગીત પદ્ધતિના બે પ્રકાર જેમાં ઉત્તર હિન્દુસ્તાની અને દક્ષિણ હિન્દુસ્તાની આવે છે. ભારતીય સંગીતમા રાગ- રાગીણીની રચના થાટ આધારિત હોય છે. ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિમા 10 થાટ અને દક્ષીણ હિન્દુસ્તાની પદ્ધતિમા 72 થાટ હોય છે. ગુજરાતમા ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિ આધારિત સંગીત વિવધ ઘરાનાઓ દ્વારા વિવિધ રાગ રજુ કરવામાં આવે છે.
રાગના પ્રકાર:ઘરના મુજબ ગાયકીનો ઢંગ અલગ અલગ હોય છે. દક્ષાબેન ગ્વાલિયાર ઘરના આધારિત સંગીત શિક્ષા આપે છે. હવે વાત કરીયે રાગની તો વિવિધ પ્રચલિત રાગો ભૂપાલી, સારંગ, કાફી, ભીમપલાસી, ભૈરવી, તોડી, ભૈરવ, આહીર ભૈરવ, યમન કલ્યાણ, દેશ, ખમાજ, દુર્ગા, બિહાગ, જોગ વગેરે જોવા મળે છે.
વિશારદ થવા દરેક રાગને શીખવા જરૂરી:ભાવનગરના દક્ષાબેન મહેતા અલાપીની સંગીત કલાસ છેલ્લા 35 વર્ષથી ચલાવી રહ્યા છે. રાગ વિશારદ કરવા માટે પ્રથમ વર્ષથી વિશારદ સુધી 60 રાગો આવે છે. વિશારદ થવા દરેક રાગને શીખવા જરૂરી છે. વિદ્યાર્થીઓ બાદમાં કોઈ પસંદ કરેલા રાગ પર આગળ વધી શકે છે.જો કે રાગમાં જોઈએ યમન કલ્યાણ, બિહાગ, માલકૌસ, ભૈરવ, ભૈરવી, બાગેશ્રી, ભીમપલાસી, રાગેશ્રી, તોડી, લલિત, પુરીયા અને દરબારી કાહડા હોય છે. દરેક રાહની પોતાની વિશિષ્ટ સૌંદર્યતા હોય છે.
- Kutch News: દિવ્યાંગ છીએ પણ કમજોર નથી, કન્યાશાળાની 50 જેટલી દિવ્યાંગ દીકરીઓ દ્વારા દર વર્ષે તૈયાર કરાય છે 5000 રાખડીઓ
- Junagadh News: અનોખો પ્રયાસ, વિસરાતા જતા લોકગીતને સ્વરનો શૃંગાર કરી સાચવવામાં આવશે