- મહિલાઓ માટે પહેલા કાઉન્સેલિંગ બાદમાં દરેક પગલાં ભરવા સુધીની વ્યવસ્થા
- અભ્યમ 181 સરકારની સુવિધા મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત સાબિત થઈૉ
- મહિલાઓ સાથે બનતા ક્રાઈમના બનાવને લઈને કામ કરે છે એક યુનિટ
ભાવનગર : શહેર અને જિલ્લામાં જોઈએ તો એક માત્ર ભાવનગર શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન આવેલું છે. મહિલાઓના ઘરના પ્રશ્નો સહિત મહિલાઓની નોંધાતી ફરિયાદોને પહોંચી વળવા પોલીસની સંપૂર્ણ કોશિષો જોવા મળી રહી છે.
ભાવનગરમાં મહિલાઓ માટે કાયદા સાથે પોલીસ સ્ટેશન અને અભ્યમ 181 જેવી સુવિધા મહિલાઓ માટે કેવી સરકારની વ્યવસ્થા અને શું
ભાવનગર શહેર જિલ્લાનું એક માત્ર પોલીસ સ્ટેશન ભાવનગર શહેરમાં આવેલું છે. મહિલાઓને ઘરનો કંકાસ હોય કે મારઝૂડના બનાવ હોય મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી શકે છે. મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઇથી લઈને દરેક કર્મચારીઓ છે. મહિલા આવતાંની સાથે જ ફરિયાદ નોંધાવી પોતાની સુરક્ષા મેળવી શકે છે.
ભાવનગર પોલીસ કેવી રીતે સજ્જ મહિલાઓ માટે
ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનની સાથે અભ્યમ 181 સરકારની સુવિધા મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત સાબિત થઈ છે. કારણ કે, અભ્યમના કર્મચારીઓ પહેલા કાઉન્સેલિંગ કરે છે અને જો સફળતા મળે તો એક પરિવારનો મામૂલી ઝઘડો પોલીસ સ્ટેશન સુધી આવતો અટકાવે છે
પોલીસ તંત્રની એક ખાસ અન્ય ટીમ મહિલા માટે
ભાવનગરમાં અભ્યમ સાથે દરેક જિલ્લામાં ખાસ કરીને મહિલાઓ સાથે બનતા ક્રાઈમના બનાવને લઈને એક યુનિટ પણ કામ કરે છે. આ યુનિટ ઇન્વેસ્ટિગેશન યુનિટ ઓફ ક્રાઈમ અગેઇન વુમન તરીકે કામ કરે છે અને કોઈ એવા કેસો હોય તો આ યુનિટ તેમા ઇન્વેસ્ટિગેશન કરે છે.
પોલીસ વધુ એક મહિલા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે કરશે સુવિધા
ભાવનગરનું મહિલા પોલીસ સ્ટેશનમાં લોકપની વ્યવસ્થા છે. આ સાથે કાઉન્સેલિંગ રૂમ છતાં હાલ નવા આવેલા ASP સફીન હસન વધુ એક સારો ઉમેરો કરીને ચાઈલ્ડ કોર્નર બનાવા જઈ રહ્યા છે. એટલા માટે કે, મહિલાઓ ઘણી વખત બાળકો સાથે આવતી હોય છે. ત્યારે બાળકોમાં પોલીસનો ડર ઉભો થાય નહિ માટે ચાઈલ્ડ કોર્નર બનાવી તેમાં રમતના સાધનો સહિત પ્રવૃત્તિમય બને તેવા પ્રયાસો કરવામાં આવશે.