ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આવતીકાલે ચૂંટણી - Mahuva Chambers of Commerce

મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની ચૂંટણી આવતીકાલ રવિવારને 13 ડિસેમ્બરના રોજ યોજાશે. દર 3 વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઇ છે. આ પછી પ્રમુખના અધિકારથી તેઓ કમિટીની રચના કરે છે. ચેમ્બર્સ ઓફ કોમર્સમાં કુલ 700 જનરલ સભ્યો છે. પરંતુ મહુવાના દરેક એસોસિયેશનના પ્રમુખ જ મતદાન કરી શકે છે, તેવું બંધારણ જે તે સમયે હોદ્દાની રૂએ પ્રમુખના હોદ્દોએ કરેલ તે મુજબ 90 જેટલા એસોસિએશનના પ્રમુખો આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે. જોકે, એસોસિએશન વગરના સભ્યનો મત કાઈ કામનો રહેતો નથી.

મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આવતીકાલે ચૂંટણી
મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આવતીકાલે ચૂંટણી

By

Published : Dec 12, 2020, 7:19 PM IST

  • મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની યોજાશે ચૂંટણી
  • 3 વર્ષે પ્રમુખની મુદ્દત પુરી થતા 13 ડિસેમ્બરે યોજાશે ચૂંટણી
  • બંધારણમાં સુધારો થાય તેમ ચેમ્બર્સના સભ્યોનો કહેવું


ભાવનગર : મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની ચૂંટણી આવતીકાલ રવિવારને 13 ડિસેમ્બરના રોજ યોજાશે. દર 3 વર્ષે પ્રમુખની ચૂંટણી યોજાઇ છે. આ પછી પ્રમુખના અધિકારથી તેઓ કમિટીની રચના કરે છે. ચેમ્બર્સ ઓફ કોમર્સમાં કુલ 700 જનરલ સભ્યો છે. પરંતુ મહુવાના દરેક એસોસિયેશનના પ્રમુખ જ મતદાન કરી શકે છે, તેવું બંધારણ જે તે સમયે હોદ્દાની રૂએ પ્રમુખના હોદ્દોએ કરેલ તે મુજબ 90 જેટલા એસોસિએશન ના પ્રમુખો આ ચૂંટણીમાં મતદાન કરી શકે છે. જોકે, એસોસિએશન વગરના સભ્યનો મત કાઈ કામનો રહેતો નથી.

10 ડીસેમ્બર 2017ના રોજ પ્રમુખની ચૂંટણી યોજાયેલી

ચેમ્બર્સ ઓફ કોમર્સની 2017ના 10 ડિસેમ્બરે ચૂંટણી યોજાયેલી હતી. જેમાં મહુવાના એસોસિએશનના પ્રમુખ ડૉ. જયેશભાઇ શેઠ અને બચુભાઇ પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં બચુભાઇ પટેલ વિજેતા બનેલા હતા. તે પ્રમાણે 2020ની 13 ડિસેમ્બરના યોજનારી ચૂંટણીમાં કુલ 7 ફોર્મ ભરવામાં આવ્યા હતા. તેમાંથી 5 ફોર્મ પરત કરતા 2 ઉમેદવાર બાકી રહ્યા હતા. જેમાં પ્રમુખ બચુભાઇ પટેલ અને બળવંત સિહ જાડેજા 2 ઉમેદવાર રહેલ છે. જેની આવતીકાલે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ચેમ્બર્સના જ 3 કમિટી મેમ્બર્સ રહે છે. આમ કાલની આ યોજનારી ચૂંટણી રસાકસી ભરી રહેવાના એંધાણ દેખાય છે. જોકે, બચુભાઈના કાર્યકાળ દરમિયાન તેઓએ ઘણા સારા કર્યો કર્યા છે. તેમણે લોકડાઉનના સમયમાં ગરીબોને કીટોનું વિતરણ બહોળા પ્રમાણમાં કર્યું હતું. આ સાથે અનેક સામાજીક કાર્યો પણ કરેલા છે.

બંધારણ બાબતે અનેક દ્વિધા

ચેમ્બર્સની ચૂંટણીમાં સામાન્ય રીતે તેના સભ્યો મતદાન કરી શકતા હોય છે. પણ મહુવા ચેમ્બર્સમાં માત્ર એસોસિયેશનના સભ્યો જ મતદાન કરી શકતા હોય તેવા વિચિત્ર બંધારણમાં સુધારો થાય તેમ ચેમ્બર્સના સભ્યો ઈચ્છે છે. એસોસિએશનમાં મતભેદ હોય તો પણ પ્રમુખ જ મતદાન કરી શકતા હોય, સભ્યો તેનો મત આપી શકતા ન હોવાથી સભ્યોની કાઈ કિંમત રહેતી નથી. તેથી બંધારણમાં સુધારો અનિર્વાય છે.

ABOUT THE AUTHOR

...view details