ભાવનગરઃડુંગળીનું હબ ગણાતું મહુવાનું માર્કેટિંગ યાર્ડની ચૂંટણી (Election of Mahuva Marketing Yard)આગામી તારીખ 4 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાનાર છે અને તારીખ 5 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી અને પરિણામ જાહેર થશે.મહુવા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4, ખરીદ વેચાણની 1 બેઠક માટે ભાજપ તરફી15, કૉંગ્રેસ તરફી 14 આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો એમ કુલ 37 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં ખેડૂત વિભાગના 844, વેપારી વિભાગમાં 623, ખરીદ વેચાણ વિભાગમાં 14 મત દાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ફોર્મ રદ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટર પોરબંદર ઇન્ચાર્જ ભાવનગર જય કુમાર શાહ અને તેની ટીમ સાંભળી રહ્યા છે. પરંતુ સમગ્ર મામલે ચારદીકા ગામના કાળુભાઈ ભોળાભાઈ લાડુમોર અને દયાળ ગામના ગભાભાઈ દવાત ભાઈ ચૌહાણના ફોર્મ ચૂંટણી અધિકારીએ અયોગ્ય જાણતા રદ કર્યા હતા. જેને લઇ બંને પક્ષકરોએ ચુંટણી અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશયન (Gujarat High Court )દાખલ કરતા રાજકારણ ગરમાયુ હતું. સાથે ભાજપના મંત્રી આગેવાનના દબાણને વશ થઈ અને કાયદાકીય રૂપે ફોર્મ રદ કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.