શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ કે.આર.દોશી. ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા પર્યાવરણને અનુરૂપ ઇકો ફ્રેંન્ડલી ગણપતીની મૂર્તિ માટે ખાસ તાલિમ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને માટી, છાણ, નાળીયેરના છાલા, કાથી વિગેરેના ઉપયોગ કરી ગણપતિની મૂર્તિ બનાવતા શીખવવામાં આવશે. કુદરત માટે બિનહાનિકારક મૂર્તિઓનું ઘડતર કેવી રીતે કરી શકાય તે શિબિર દરમિયાન શિખવવામાં આવી રહ્યું છે.
ભાવનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ શિબિરનું આયોજન કરાયું - મૂર્તિ
ભાવનગર: કે.આર.દોશી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતી શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં સંપૂર્ણ માટી અને પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગ થકી કરાશે મૂર્તિનું નિર્માણ કરવામાં આવશે.

દિનપ્રતિદિન મૂર્તિઓના નિર્માણમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. મૂર્તિ વેચાણ કરનારાઓ પણ વધુ પૈસા કમાવાની લાલચમાં પી.ઓ.પીનો ખુબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યાં છે. પી.ઓ.પીની બનાવાયેલી મૂર્તિઓના વિસર્જન બાદ તે પાણીમાં ખૂબ મોટા પાયે નુકસાન કરે છે, જેના કારણે પાણી પર નભતા જીવો પર ખતરો ઉભો થયો છે. લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણને થતા નુકશાનને અટકાવવા કે.આર.દોશી કોલેજ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવા શિબિરનું આયોજન કરી લોકોને માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ અભિયાન શરૂ થતા તેના મીઠાફળ જરૂર મળશે જ અને લોકો તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરશે એવી આશા સેવાઇ રહી છે. શહેરની વિવિધ સામાજિક, શૈક્ષણિક સંસ્થા, કે સોસાયટીઓ પણ ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવરાવે તેવો આગ્રહ રખાઇ રહ્યો છે.