ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર પુર્વના ધારાસભ્ય એ લોકપ્રશ્નો સાંભળ્યા, આગામી 5 વર્ષનો પ્લાન કહ્યો - ધારાસભ્ય

ભાવનગર પૂર્વ બેઠકના ધારાસભ્યે પ્રથમ વખત લોકપ્રશ્ન (MLA listened public question in Bhavnagar) સાંભળ્યા હતા. આગામી પાંચ વર્ષમાં ધારાસભ્ય શું કરવા માંગે છે તેમજ લોકપ્રશ્નમાં કેવી સમસ્યાઓ સામે આવી તેને લઈને વાત કરી હતી. (Bhavnagar City BJP Office)

ભાવનગરના પુર્વ ધારાસભ્ય એ પ્રથમ લોકપ્રશ્ન સાંભળ્યા, આગામી પાંચ વર્ષના કામોને લઈને કરી વાત
ભાવનગરના પુર્વ ધારાસભ્ય એ પ્રથમ લોકપ્રશ્ન સાંભળ્યા, આગામી પાંચ વર્ષના કામોને લઈને કરી વાત

By

Published : Dec 22, 2022, 8:23 PM IST

Updated : Dec 22, 2022, 10:07 PM IST

ભાવનગરના પુર્વ ધારાસભ્ય એ પ્રથમ લોકપ્રશ્ન સાંભળ્યા

ભાવનગર :શહેરના પૂર્વમાં ત્રણ ટર્મ બાદ નવા ધારાસભ્ય (Bhavnagar City BJP Office) બદલાયા છે. વ્યક્તિ બદલતા કામ કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ જતી હોય છે, ત્યારે ભાવનગર 104ના પૂર્વના ધારાસભ્યએ પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ લોકપ્રશ્ન સાંભળ્યા હતા. ભાવનગર શહેરના ભાજપ કાર્યાલય ખાતે પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યાએ ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ વખત લોકપ્રશ્ન સાંભળ્યા હતા. લોકપ્રશ્નમાં સેજલ પંડ્યાએ આવેલા દરેક વ્યક્તિઓની સમસ્યાઓને સાંભળીને તેના નિરાકરણની ખાતરી આપી હતી. જોકે આ લોકપ્રશ્ન સાંભળવામાં શહેર ભાજપના કાર્યાલયના અનેક આગેવાનો, નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (MLA listened public question in Bhavnagar)

કામ કરવાની પદ્ધતિ વિશે કહ્યું પડ્યાએભાવનગર શહેર કાર્યાલય ખાતે સેજલ પંડ્યાએ લોકપ્રશ્ન સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, કામ કરવાની પદ્ધતિ હંમેશા લોકોના પ્રશ્ન સાંભળીને જલ્દી કામ થાય તેવી રહેશે. હાલમાં તો પેન્ડિંગ કામ જેટલા ચૂંટણીને લઈને હતા. તે કામ પૂર્ણ કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે. જેમ કે હાલમાં જગન્નાથ પાર્કમાં રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું એટલે પહેલા કામો પેન્ડિંગ હશે તે પૂર્ણ કરવામાં આવશે. (Sejal Pandya listened public question)

આ પણ વાંચોવ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા

નવા ધારાસભ્યનું ડ્રિમ આગામી દિવસોમાંભાવનગર 104ના ધારાસભ્ય સેજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં તેઓ ભાવનગરના દરેક વિકાસના કાર્યો થાય એ જ તેમનું ડ્રીમ છે. દરેક લોકો આગળ આવે, ભણવાની બધી વ્યવસ્થાઓ હોય, રોજગારીની વ્યવસ્થાઓ ઉભી થાય અને બહેનો સારા વાતાવરણમાં સુરક્ષિત રહે તેઓ તેમનો પ્રયાસ રહેશે. બધાને સાથે રાખીને વિકાસ કાર્યો કરવા તેમનું ડ્રિમ છે. (Works in Bhavnagar East seat)

આ પણ વાંચોસંખ્યા બળ ઓછું હોવા છતાં લોકોના પ્રશ્નો ઉઠાવવા મેવાણીએ બતાવ્યો જુસ્સો

પૂર્વ ધારાસભ્યની પરંપરા ચાલુ રહેશેભાવનગર પૂર્વના પૂર્વ ધારાસભ્ય વિભાવરી દવે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં લોકપ્રશ્ન સાંભળતા હતા. આ મુદ્દે સેજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમને ધારાસભ્યને કામ કરવાની પદ્ધતિનો ખ્યાલ નથી તે મારા મોટા બેન છે. પરંતુ તેમની પાસે જે જે સમસ્યાઓ આવશે. તેનુંનિરાકરણ તેઓ હંમેશા કરતા રહેશે. હાલમાં સર.ટી. હોસ્પિટલમાં હડકવાની રસી ખૂટી હોવાની જાણ થતા સમસ્યાને હલ કરવા માટે પૂછ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં હડકવાની રસી આવી ગઈ હતી. આજે લોક પ્રશ્નમાં ખાસ કરીને રસ્તામાં ચોમાસાનું પાણી ભરાવાની સમસ્યાઓ અને પીવાના પાણીની સમસ્યાઓ સામે આવી હતી. (Bhavnagar East seat MLA Sejal Pandya)

Last Updated : Dec 22, 2022, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details