ભાવનગર :ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વહેલી સવારે 4.10 કલાકે પાલીતાણા શહેર અને તાલુકામાં 3.5 તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે, વહેલી સવારે લોકો ઊંઘમાં હોવાથી કોઈને ભૂકંપનો અનુભવ થયો નહોતો. ભૂકંપના આંચકા બાદ તંત્ર એલર્ટ થયું હતું. વહિવટી તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. હાલમાં કોઈપણ જગ્યાએ જાનહાની કે અન્ય કોઈ નુકસાનની માહિતી નથી.
Earthquake in Bhavnagar : પાલીતાણાની ધરા ધ્રુજી, વહેલી સવારે 3.5 તીવ્રતાનો આંચકો - ભૂકંપનું કેન્દ્રબિંદુ
આજે વહેલી સવારે ભાવનગરની ધરતી ધણધણી હતી. ભૂકંપ રીસર્ચ કેન્દ્રમાં નોંધાયેલા સમય અનુસાર વહેલી સવારે 4.10 કલાકે 3.5 તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી સાઉથ અને સાઉથ-ઈસ્ટમાં 29 કિલોમીટર અને જમીન સપાટીથી 8 કિમી ઉંડાઈએ નોંધાયું હતું.
![Earthquake in Bhavnagar : પાલીતાણાની ધરા ધ્રુજી, વહેલી સવારે 3.5 તીવ્રતાનો આંચકો Earthquake in Bhavnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-09-2023/1200-675-19458769-thumbnail-16x9-y.jpg)
Earthquake in Bhavnagar
Published : Sep 8, 2023, 11:56 AM IST
સવારે 4.10 વાગ્યાની આસપાસ ભાવનગરના પાલીતાણાથી 30 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો નોંધાયો છે. જ્યારે 3.5 તીવ્રતામાં કોઈ જ પ્રકારની જાનહાનિ પણ થઈ નથી. -- સંતોષકુમાર (ડે.ડિરેક્ટર, સિસ્મોલોજી)
3.5 તીવ્રતાનો આંચકો : ભૂકંપ રીસર્ચ કેન્દ્રમાં ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. તે મુજબ વહેલી સવારના 4.10 કલાકે 3.5 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી સાઉથ અને સાઉથ-ઈસ્ટમાં 29 કિલોમીટર અને જમીન સપાટીથી 8 કિમી ઉંડાઈએ નોંધાયું હતું.