આરોગ્ય વિભાગે ભાવનગરમાંથી ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતી ગેંગને ઝડપી
ભાવનગર: જિલ્લામાં આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન કાર્ડ બનાવતી ગેંગને ઝડપી પાડી છે. આયુષ્માન યોજનાના કાર્ડની સુરક્ષા માટે ભાવનગરના સાંસદ ભારતી બેન શિયાળ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે. જેમાં આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ સંવાદ કરશે. સાંસદે દેશમાં આ યોજનાનો દુરુ ઉપયોગ ન થાય તેવી રજૂઆત સાથે આશ્વાસન આપ્યું હતું.
આરોગ્ય વિભાગે ડુપ્લીકેટ આયુષ્માન યોજનાના કાર્ડ બનાવતી ગેંગને ઝડપી
વિશ્વની સૌથી મોટી કહેવાતી આયુષ્માન ભારત યોજનાને કાળું ટીલું લાગ્યું છે. એક તરફ આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સાંસદ સંવાદ કરે છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગે યોજનાના નકલી કાર્ડ બનાવતા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે. સાંસદનો મામલો કેન્દ્રમાં મુકવા માટે તૈયારી બતાવી છે અને આ કાર્ડનો દેશમાં ક્યાય દુરુ ઉપયોગ ન થાય તેવા હેતુ સાથે રજુઆતનું આશ્વાસન આપ્યું છે.