ટ્રેની પીએસઆઈ, બીપીટીઆઈનો ક્લાર્ક SIT ના સકંજામાં ભાવનગર: ભાવનગર ડમીકાંડમાં LCB પીઆઈએ નોંધાવેલી ફરિયાદ બાદ મુખ્ય બે શખ્સો પકડાયા અને કબુલાતો આપતા ડમીઓની હારમાળા લાગી હતી. SIT ટીમની રચના પહેલા મુલહ્યા બે અને અન્ય બે મળીને ચાર ઝડપી લીધા પછી ડમી તરીકે એકને ઝડપવામાં આવ્યો અને જેની જગ્યાએ બેઠો હતો ડમી તે પરિક્ષાર્થીને પણ ઝડપવામાં SITની રચના બાદ સફળતા મળી છે. બંને ડમી અને પરિક્ષાર્થીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં રિમાન્ડ પોલીસને મળ્યા છે.
બે લોકોની અટક:ભાવનગર LCB ઇન્ચાર્જ પીઆઇ બી એચ શીંગ રખીયાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બે પેજની છે. જેમાં મુખ્ય આરોપી શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી.કે દવે સહિત લેપટોપમાં ડુપ્લીકેટ હોલ ટીકીટ અને આધારમાં ફોટા બદલનાર બળદેવ રાઠોડ ઝડપાયો હતો. પ્રદીપ બારૈયા જેને 12-12 લાખમાં બે ડમી બેસાડ્યા હતા તે ઝડપાયો હતો. જો કે મુખ્ય બે આરોપી પૈકી પ્રકાશ ઉર્ફે પી કે દવેએ આપેલી કબુલાતમાં ભાવનગર બારસો મહાદેવની વાડીમાં રહેતા અક્ષર બારૈયાએ 2022માં કોર્ટની પરીક્ષામાં ડમી બેસાડવા માટે કહ્યા પછી પ્રકાશ ઉર્ફે પી કે દવેએ સંજય હરજીભાઈ પંડ્યાને ડમી તરીકે બેસાડ્યો હતો. આ બંનેને ઝડપવામાં SITને સફળતા મળી હતી.
આ પણ વાંચોDummy Student Scam: ભાવનગર પોલીસે બીપીન ત્રિવેદીના આક્ષેપ બાદ યુવરાજસિંહ જાડેજાને પાઠવ્યા સમન્સ
અક્ષર અને સંજય બંનેએ મેળવી લીધી હતી સરકારી નોકરી:ભાવનગરના ડમીકાંડમાં પ્રથમ ડમી ઝડપાયો હોઈ તો તે છે સંજય હરજીભાઈ પંડ્યા જે ગાંધીનગર કરાઈ ગામ ખાતે PSIની તાલીમ લઈ રહ્યો હતો. સંજય PSI પરીક્ષા પાસ કરીને PSI બનવાનું તેનું સપનું ડમીકાંડ ખુલ્યા બાદ રોળાઈ ગયું છે. સંજય પંડ્યા ભાવનગર બારસો મહાદેવની વાડીમાં રહેતા અક્ષર બારૈયા સ્થાને અમરેલીમાં ક્લાર્કની પરીક્ષા આપવા ગયો હતો અને આથી પાસ થઈ ગયા પછી અક્ષરને ભાવનગર BPTIમાં ક્લાર્કની નોકરી મળી ગઈ હતી. જો કે પ્રકાશ ઉર્ફે પી.કેની કબૂલાત બાદ SITએ અટકાયત કરી ઝડપી લીધા હતા.
આ પણ વાંચોTalati Exam 2023 : તલાટી પરીક્ષા ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો સંદર્ભે મોટો નિર્ણય, પેપર કેવું હશે તેની ઝાંખી આપતાં હસમુખ પટેલ
અક્ષર અને ડમી સંજયને મળ્યા રિમાન્ડ:ભાવનગર નામદાર કોર્ટમાં સરકાર સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ પગલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ઝડપેલાં શખ્સોમાં ડમી સંજય હરજીભાઈ પંડ્યા અને પરિક્ષાર્થી અક્ષર બારૈયાને SIT દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસને 3 દિવસના રિમાન્ડ મળ્યા છે.જ્યારે અગાવના ચાર મુખ્ય આરોપીઓના 22 તરીખ સુધીના રિમાન્ડ મળેલા છે. SITને અક્ષર અને સંજયને મળેલા રિમાન્ડ બાદ હવે સંજયે અન્ય કોઈ ડમી તરીકે પરીક્ષા આપી છે કે અક્ષરે પણ ક્યાંય ડમી તરીકે પરીક્ષા આપી છે તે બાબતમાં રિમાન્ડ દરમ્યાન પૂછતાછ કરી શકે છે.જો કે 3 દિવસ બાદ રિમાન્ડ પૂર્ણ થતાં વધુ રિમાન્ડ માંગવામાં આવશે કે કેમ કોર્ટમાં વગેરે જેવા પ્રશ્નો પણ હાલ સામે આવી રહ્યા છે.